Paytm યૂઝર્સ માટે મોટા સમાચાર! પૈસા કપાઇ જશે તો પણ મળશે પરત - Sandesh
  • Home
  • Technology
  • Paytm યૂઝર્સ માટે મોટા સમાચાર! પૈસા કપાઇ જશે તો પણ મળશે પરત

Paytm યૂઝર્સ માટે મોટા સમાચાર! પૈસા કપાઇ જશે તો પણ મળશે પરત

 | 5:48 pm IST

પેટીએમ જેવા ઈ-વોલેટ, ઈન્ટરનેટ બેકિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા પૈસાની લેવડ-દેવડ કરનારાઓ માટે રાહતના સમાચાર છે. ડિજિટલ ટ્રાન્જેક્શનની ફરિયાદને પહોંચી વળવા માટે ટૂંકમાં જ ઓમ્બડ્સમેન બનશે. રિઝર્વ બેંકે ડિજિટલ ટ્રાન્જેક્શન ઓમ્બડ્સમેન બનાવવાની જાહેરાત કરી છે. જો તમારૂ ડિજિટલ ટ્રાન્જેક્શન ફેલ થાય છે અથવા પૈસા ખોટી જગ્યાએ ચાલ્યા જાય છે તો તમે ઓમ્બડ્સમેન પાસે આની ફરિયાદ તમે કરી શકશો. આરબીઆઈએ કહ્યું કે, જાન્યુઆરીના અંત સુધી ડિજિટલ બેન્કિંગ લોકપાલને નિયુક્ત કરી દેશે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે, જાન્યુઆરીમાં આના માટે નોટિફિકેશન બહાર પાડી દેવામા આવશે. બેન્કિંગ ઓમ્બડ્સમેનની લાઈન પર બનનાર આ સિસ્ટમ વિશે આરબીઆઈએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં પણ આની ચર્ચા કરી હતી.

આ મામલાઓમાં સૌથી વધારે ફરિયાદ બેંક અને મોબાઈલ વોલેટ કંપનીઓ પાસેથી આવી રહી છે. કંપની પાસે સૌથી વધારે ફરિયાદ પેમેન્ટ ન થવાનો, પૈસા મોકલ્યા બાદ વ્યક્તિને પૈસા ન મળવા પરંતુ ખાતામાંથી પૈસા કપાઈ જવાની આવી રહી છે.