ધનતેરસ પર સોનાની ખરીદીમાં આ ઓફરનો લાભ લેશો, તો 3 ટકા સોનું વધારે મળશે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ધનતેરસ પર સોનાની ખરીદીમાં આ ઓફરનો લાભ લેશો, તો 3 ટકા સોનું વધારે મળશે

ધનતેરસ પર સોનાની ખરીદીમાં આ ઓફરનો લાભ લેશો, તો 3 ટકા સોનું વધારે મળશે

 | 5:02 pm IST

પેટીએમ આ દિવાળીમા દિવાળી ગોલ્ડ સેલ લઈને આવ્યું છે. જેમાં ગ્રાહક ધનતેરસ પર ગોલ્ડફેસ્ટ પ્રોમો કોડનો પ્રયોગ કરીને ઓછામાં ઓછું 10000 રૂપિયાની ખરીદી પર 3 ટકા સોનું મફત મેળવી શકશો. કંપનીએ બુધવારે આ જાહેરાત કરી છે. આ સેલ 10 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂકી છે, અને 19 ઓક્ટોબર સુધી ચાલશે.

પેટીએમ ગોલ્ડની નવી ઓફર
ઈ-વોલેટ પેટીએમની કંપની પેટીએમ ગોલ્ડે આ ઓફરે રજૂ કરી છે. તહેવારના સીઝનને ધ્યાનમાં રેખીને આ ઓફર આવી છે. જો તમે આ ઓફરનો ફાયદો લેવામાં માંગો છો, તો તમે ગોલ્ડફેસ્ટ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં તમે 10,000ની સોનાની ખરીદી પર 3 ટકા સોનુ વધુ મેળવી શકશો.

શુ છે પેટીએમ ગોલ્ડ
જો તમે પેટીએમ એપનો ઉપયોગ કરો છો, તો તેમાં પેટીએમ ગોલ્ડનો વિકલ્પ હોય છે. પેટીએમનો આ વિકલ્પ તમને 1 રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીનું સોનુ ખરીદવાની આઝાદી આપે છે. આ પ્લેટફોર્મ પર તમે સોનુ વેચી પણ શકો છો. કંપનીનો દાવો છે કે, અહીંથી ખરીદાયેલુ સોનું ઈન્સ્યોર્ડ હોય છે. પેટીએમ ગોલ્ડને કારણે તમે સોનાના ભાવ પર પણ નજર રાખી શકો છો. અહી દર કલાકે અને દિવસમાં બદલાતા ભાવના લાઈવ અપડેટ્સ પણ મળે છે. જો તમે પેટીએમ ગોલ્ડમાં જે પણ સોનુ ખરીદો છો, તેની હોમ ડિલીવરી કંપની કરે છે.
હાલ કંપની સોનાના સિક્કાના રૂપમાં તમને ડિલીવરી આપે છે.