Paytm KYC Upadate Of Surat Jahangirpura Area NRI Wife Cheating Worth 1.75 lac
  • Home
  • Featured
  • Paytmમાં KYC અપડેટના નામે ફોન આવે તો ચેતજો! વાંચી લો NRIની પત્નીને ગઠિયાએ કેવી રીતે છેતરી

Paytmમાં KYC અપડેટના નામે ફોન આવે તો ચેતજો! વાંચી લો NRIની પત્નીને ગઠિયાએ કેવી રીતે છેતરી

 | 5:02 pm IST

આજકાલ ઓનલાઇન પેમેન્ટ એપનો ઉપયોગ વધ્યો છે. તેની સાથે સાથે ઓનલાઇન ફ્રોડના બનાવો પણ વધ્યા છે. પેટીએમના કેવાયસી અને એકાઉન્ટ અપડેટ કરવાને નામે ફોન કરી સાયબર ગઠિયા લોકોને તેમની જાળમાં ફસાવી રહ્યા છે. ઈન્ટરનેટના માધ્યમથી સ્માર્ટ ચોરી કરતાં તસ્કરો દિવસેને દિવસે વધતાં જતાં હોય તેવા કિસ્સો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.

સુરતમાં એક ભેજાબાજે જહાંગીરપુરાની વૈષ્ણોદેવી ટાઉનશીપ સામે એપાર્ટમેન્ટમાં રહેતા એનઆરઆઈની પત્નીને પેટીએમનું કેવાયસી અપડેટ કરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં પેટીએમ મારફતે ગોલ્ડ સ્કિમના ઓપ્શનમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું જણાવી વિશ્વાસમાં લઈ ખાતામાંથી ઈન્ટરનેટના માધ્યમથી ગણતરીની બે ત્રણ મિનિટોમાં 1.75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી લીધાં હતાં. મહિલાનો પતિ દુબઈમાં ધંધો કરે છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના રાંદરે પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે, જહાંગીરપુરામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાના મોબાઈલ પર ગુરુવારે એક મેસેજ આવ્યો હતો. આ મેસેજ પેટીએમના કેવાયસીને લગતો હતો. મહિલા ભેજાબાજે મોકલેલા મેસેજને સમજી શક્યો નહોતો. મેસેજ જોઈને મહિલાએ મોબાઈલ પર ફોન કરતા અજાણ્યા શખ્સે જણાવ્યું હતું કે, તમારું પેટીએમ કેવાયસી કેન્સલ થાય છે તેના માટે તમારે અપડેટ કરાવવાનું રહેશે તેમ કહીને વિશ્વાસમાં લઈને ભેજાબાજે ટીમ વ્યૂઅર એપ્લિકેશન મહિલાના મોબાઈલમાં નંખાવી હતી.

ત્યારબાદ ભેજાબાજ શખ્સે પેટીએમ મારફતે ગોલ્ડ સ્કીમ ઓપ્શનમાં એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહી ગણતરીના બે ત્રણ મિનિટમાં મહિલાના એસબીઆઈ બેન્કના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 1 લાખ 75 હજાર એક રૂપિયા ઈન્ટરનેટના માધ્યમથી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતાં. બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ વીડિયો: વડોદરામાંથી ઝડપાયેલા આતંકીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન