ફોર્બ્સ યાદી: નોટબંધીએ આ ભારતીય વ્યક્તિને બનાવ્યો સૌથી યુવા અબજોપતિ... - Sandesh
  • Home
  • Business
  • ફોર્બ્સ યાદી: નોટબંધીએ આ ભારતીય વ્યક્તિને બનાવ્યો સૌથી યુવા અબજોપતિ…

ફોર્બ્સ યાદી: નોટબંધીએ આ ભારતીય વ્યક્તિને બનાવ્યો સૌથી યુવા અબજોપતિ…

 | 2:56 pm IST

મોબાઈલ વોલેટ Paytmના સંસ્થાપક વિજય શેખર શર્મા (39) સૌથી નાની ઉમરના ભારતીય અબજપતિ છે, બીજી બાજુ એક્લેમ લેબોરેટરીઝના સેવામુક્ત ચેયરમેન સંપ્રદા સિંહ (92) સૌથી મોટી ઉમરના ભારતીય અબજપતિ છે. ફોર્બ્સે દુનિયાના અબજોપતિઓની 2018નના લીસ્ટમાં 1.7 અબજ ડોલરની સંપતિ સાથે શર્માને 394માં પગલે રાખવામાં આવ્યો છે.

શર્મા 40 વર્ષનો સૌથી નાની ઉમરનો એકમાત્ર ભારતીય અબજપતિ છે. શર્માએ 2011માં મોબાઈલ વોલેટ Paytmની સ્થાપના કરી હતી. આ સાથે ઈ-કોમર્સ વ્યવસાય, Paytm મોલ અને Paytm પેમેન્ટ્સ બેંક પણ ઉભું કર્યું હતું.

ફોર્બ્સે જણાવ્યું કે, નોટબંધીના સૌથી મોટા લાભાર્થીઓમાંથી Paytmના 25 કરોડથી વધારે પંજીકૃત ઉપયોગકર્તા છે અને આ પ્લેટફોર્મ પર પ્રતિદિન 70 લાખ વ્યવહારો થાય છે. Paytmમાં શર્મા પાસે 16% હિસ્સેદારી છે, જેનું મુલ્ય 9.4 અરબ ડોલર કહેવામાં આવે છે.