PCB seeks Bangladesh-Sri Lanka series after New Zealand cancels series
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ન્યૂઝીલેન્ડે સિરીઝ રદ્દ કર્યા બાદ PCBએ આ દેશો સામે ફેલાવ્યા હાથ

ન્યૂઝીલેન્ડે સિરીઝ રદ્દ કર્યા બાદ PCBએ આ દેશો સામે ફેલાવ્યા હાથ

 | 8:16 pm IST
  • Share

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ દ્વારા ક્રિકેટ સિરીઝ રદ્દ કરાયા બાદ પોતાના દેશમાં સંક્ષિપ્ત સિરીઝ માટે શ્રીલંકા અને બાંગ્લાદેશથી સંપર્ક કર્યો હતો પરંતુ બંન્ને દેશોના ખેલાડીઓની પ્રતિબદ્ધતાઓના કારણે કોઇ સિરીઝની યોજના પર વાત બની શકી નહીં.

પાકિસ્તાને લંબાવ્યા હાથ

પીસીબીના સીઇઓ (મુખ્ય કાર્યકારી અધિકારી) વસીમ ખાને કહ્યું કે, શ્રીલંકા ક્રિકેટ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમની પાસે પોતાની ટીમને મોકલવાનો ખુબ જ ઓછો સમય હતો. તેમણે કહ્યું,‘અમારા અધ્યક્ષે તેમની સાથે વાત કરી અને એક નાનકડા પ્રવાસની સંભાવના વિશે પૂછ્યુ હતું, જે અંગે તેમણે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. જોકે બંન્ને બોર્ડે જણાવ્યું કે, તેમના માટે પોતાની પહેલાની સુનિશ્ચિત યોજનાઓને બદલવી ખુબ જ મુશ્કેલ છે અને તેમના કેટલાક ખેલાડીઓ પણ દેશથી બહાર છે. તેઓએ મજબૂત ઇચ્છા દેખાડી પરંતુ સમયની અછતના કારણે તેમના માટે આ પ્રવાસ કરવો સંભવ નહોતો. તેમની પાસે વિશ્વકપ (ટી-20) પહેલા પોતાની યોજનાઓ છે.

ન્યૂઝીલેન્ડે રદ્દ કરી હતી સિરીઝ

ન્યૂઝીલેન્ડે રાવલપિંડીમાં રમાનાર પ્રથમ વન-ડે મેચની થોડી ક્ષણો પહેલા જ સુરક્ષા કારણોસર પાકિસ્તાન પ્રવાસ જ રદ્દ કરી નાંખ્યો હતો. ટીમ તેના પછી ઇસ્લામાબાદથી ચાર્ટર્ડ વિમાનથી દુબઇ પહોંચી ગઇ છે. વસીમ ખાને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વિશ્વ ટી-20 કપ મેચના બહિષ્કારની કોઇ પણ સંભાવનાથી ઇન્કાર કર્યો છે પરંતુ તે પણ સ્પષ્ટ કર્યું છે કે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન ક્રિકેટનું અપમાન કર્યું છે અને તેમના એકતરફી પ્રવાસ છોડવાનો નિર્ણય એક જખમ માફક છે.

તેમણે કહ્યું,‘ અમે વિશ્વ ક્રિકેટમાં ખરેખરની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. જો આવા કથિત ખતરા પર સરકારથી અથવા ખુફીયા સ્તરે ચર્ચા થઇ શક્તી નથી તો ભવિષ્યમાં વધુ ટીમો એક તરફી નિર્ણય સાથે પ્રવાસ છોડી શકે છે’.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો