'વટાણા-મિન્ટ સૂપ' આ રીતે બનાવો ઘરે, અને ઉડાડી દો તમારી ઠંડી - Sandesh
  • Home
  • Food & Travel
  • ‘વટાણા-મિન્ટ સૂપ’ આ રીતે બનાવો ઘરે, અને ઉડાડી દો તમારી ઠંડી

‘વટાણા-મિન્ટ સૂપ’ આ રીતે બનાવો ઘરે, અને ઉડાડી દો તમારી ઠંડી

 | 7:20 pm IST

સામગ્રી
એક ચમચી ઓલિવ ઓઇલ
એક નાનો સમારેલો કાંદો
ત્રણ સમારેલી લસણની કળી
એક ચમચી શેકેલી વરિયાળીનો ભૂકો
6 કપ પાણી
250 ગ્રામ બાફેલા વટાણા
એક કપ બારીક સમારેલો ફુદીનો
એક મોટો ચમચો દૂધ
એક મોટો ચમચો ક્રીમ
બે ચમચા ફ્રેશ ક્રીમ સજાવટ માટે
મીઠું અને મરી સ્વાદ પ્રમાણે

રીત
સૌ પ્રથમ એક બાઉલમાં એક ચમચો દૂધ અને એક ચમચો ક્રીમને મિક્સ કરી અલગ રાખો. એક કડાઈમાં ઓલિવ ઓઇલ ગરમ કરો. એમાં લસણ અને કાંદા ઉમેરીને 6-7 મિનિટ સાંતળો. કાંદા બ્રાઉન થાય એટલે એમાં વરિયાળીનો ભૂકો ઉમેરો. ત્યારબાદ એમાં પાણી, ફુદીનો અને વટાણા ઉમેરીને ઉકાળો. એમાં દૂધ અને ક્રીમનું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો. એને 15 મિનિટ સુધી ધીમા તાપે ઊકળવા દો. પછી ગેસ પરથી ઉતારીને થોડું ઠંડું થવા દો. ત્યારબાદ આ સૂપને બ્લેન્ડરમાં સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. છેલ્લે મીઠું અને મરીનો ભૂકો નાખીને હલાવો. એને સર્વિંગ બાઉલમાં કાઢી ફ્રેશ ક્રીમ અને ફુદીનાનાં પાનથી સજાવીને ગરમ-ગરમ સર્વ કરો. મિન્ટની ફ્રેશનેસ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર એવો હેલ્ધી અને ટેસ્ટી સૂપ વરસાદની મોસમમાં પીવા જેવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન