શાંતિનો સંદેશો આપતું વિશાળ ૩ડી ચિત્ર બનાવી તોડયો  રેકોર્ડ - Sandesh
  • Home
  • Kids Corner
  • શાંતિનો સંદેશો આપતું વિશાળ ૩ડી ચિત્ર બનાવી તોડયો  રેકોર્ડ

શાંતિનો સંદેશો આપતું વિશાળ ૩ડી ચિત્ર બનાવી તોડયો  રેકોર્ડ

 | 12:02 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કામમાં નિપુણ હોય છે, અને એ નિપુણતા તેની ખાસિયત હોય છે. કોઈ તેને પોતાના શોખ પૂરતું સીમિત રાખે છે તો કોઈ તેના શોખને આગળ વધારી તેમાં સફળતા મેળવે છે. આવું જ કંઇક કોરિયન કોર્પોરેશનના કર્મચારીઓએ કર્યું છે. તેમણે એક વિશાળ ૩ડી ચિત્ર બનાવીને એકતા અને શાંતિનો સંદેશો આપ્યો છે. દક્ષિણ કોરિયાના બંધ ઉપર શાંતિ અને એકતાના પ્રતીકને ઉજાગર કરતું વિશાળ ૩ડી ચિત્ર બનાવવામાં આવ્યું છે. આ ચિત્ર દક્ષિણ કોરિયાના એક ડેમ પર બનાવવામાં આવ્યું છે. આમ આ ૩ડી ચિત્ર દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને સંપ માટે પ્રેરતું ચિત્ર છે. કોરિયાની બૂખાન નદી પર સ્થિત પીસ ડેમ પર આ  ૩ડી ચિત્ર બનાવવામાં આવ્યું છે  આ ચિત્રને પૂરું કરવા માટે ટીમને લગભગ બે મહિના લાગ્યાં હતાં અને આખરે ૨૮ સપ્ટેમ્બરના રોજ આ ચિત્ર પૂરું થયું હતું. કલાકારોએ ઉત્તર કોરિયા તરફ જતી એક વિશાળ વહેતી નદીનું ચિત્ર બનાવ્યું છે. તેમાં એક મોટો દરવાજો બનાવ્યો છે, અને તેમાંથી એક નદી વહેતી જોવા મળે છે. આ ચિત્રને એકતાનું દ્વાર એવું નામ આપ્યું છે. આમ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના સંબંધોને સુધારવા તેમજ એકતા અને શાંતિનો સંદેશો ફેલાવવા માટે આ ચિત્ર બનાવવામાં આવ્યું છે. કોરિયા કોર્પોરેશન જેને કે- વોટર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના દ્વારા આ ૩ડી ચિત્રની રચના કરવામાં આવી હતી. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ૧૯૪૫માં વિભાજિત થયા હતા. જેના કારણે તે દિવસથી બંને વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ હતી. જો કે દક્ષિણ કોરિયા એકતા અને શાંતિની પહેલ કરતાં આ ચિત્ર બનાવ્યું હતું. કમ્પ્યૂટર-એઇડ ડિઝાઇન (સીએડી) દ્વારા જીપીએસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાના વિસ્તારને નક્કી કરવામાં આવ્યો હતો. કોરિયન કોર્પોરેશને ૪,૭૭૫.૭ વર્ગ મીટરનું આ તોતિંગ ચિત્ર બનાવીને શાંતિ અને એકતાના સંદેશાની સાથે સાથે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. આ ચિત્રનું કદ ઓલિમ્પિકની સાઇઝના સ્વીમિંગ પૂલ જેટલું છે.

[email protected]