શાંતિ મંત્રણા માટે તાલિબાનની પહેલ - Sandesh

શાંતિ મંત્રણા માટે તાલિબાનની પહેલ

 | 7:44 am IST

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ચંદ્રકાન્ત મારવાડી

કાબુલ પર બે શક્તિશાળી હુમલા કરીને તાલિબાનોએ ૧૫૦ લોકોનો ભોગ લીધો તે પછી અચાનક નવો ઘટનાક્રમ સામે આવ્યો છે. તાલિબાનના પ્રવક્તા ઝાબિઉલ્લાહ મુજાહિદ્દીને ખુલ્લો પત્ર લખીને શાંતિ ઇચ્છતા કોંગ્રેસમેન અને અમેરિકી પ્રજાને ટ્રમ્પ પર વાટાઘાટો માટે દબાણ કરવા કરી અપીલ છે. અમેરિકાએ વળતા એટલા સંકેત જરૂર આપ્યા છે કે તાલિબાનો સાથે જે કંઇ મંત્રણા કરવાની છે તે માત્ર અફઘાન સરકારે કરવાની છે. તાલિબાને પણ અફઘાન સરકાર સૌ પ્રથમ વિદેશી સેનાને દેશમાંથી પરત કરવાને મુદ્દે વાત કરે તે પછી જ સરકાર સાથે શાંતિવાર્તા કરશે તેવું રોકડું પરખાવી દીધું છે. આ ઘટના વચ્ચે સંયુક્ત રાષ્ટ્રનો તાજેતરમાં બહાર પડેલો અહેવાલ કહે છે કે અલ-કાયદા હજીપણ ઉપખંડમાં સક્રીય છે. અફઘાનિસ્તાનમાં અલકાયદાના ૧૮૦ જેટલા ઓપરેટિવઝ તાલિબાનના સલાહકાર અને ટ્રેનર છે. અયમાન-અલ -ઝવાહિરી હજી પણ પાક – અફઘાન સરહદે સક્રીય છે. પ્રશ્ન ના થાય કે તાલિબાન અને અલ-કાયદાને સંબંધ શો?

આ સંબંધ સમજવા આપણે તાલિબાનમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતી Ghilji clanની ભીતર ઉતરવું પડશે. એ સમજવું પડશે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ વિશ્વની વિવિધ ભૂમિ પરથી આવેલા અને એકબીજાથી વિપરીત હિતો ધરાવતા સમૂહો વસી રહ્યા છે. Ghalji, Khalji, khilji, Ghilzai, Gahrzai નામે ઓળખાતી ક્લાન સફેદ કોહ, સુલેમાન કોહ, ગુલ કોહ ,વઝિરીસ્તાનથી માંડીને ર્ય્રિ સુધી પથરાયેલી છે. તેમને Kaisના સંતાન કહેવાય છે. ઇઝરાયલના કાયફા, એડોમાઇટ્સ, તેમના Qos, Quas, Koze દેવતા વિશે જાણીએ છીએ. Kais અને Quas તેમ જ Seir પહાડ વિશે પણ જાણીએ છીએ. સિરીયા નામ આપનારા સૈર પહાડના હતા? આ Quas કે Qos દેવતા અને ઈઝરાયલની સનેહાદ્રીમાં બિરાજતા કાયફા તે અલ- કાયદા અને તાલિબાનને જોડે છે. ઘોર પ્રાંતમાં આજે વસી રહેલી ઘીલજી ટ્રાઈબ પોતાને Kucha, Kochis , Kuchis , Kochai, Kochians તરીકે જ ઓળખાવે છે. તુર્ક પ્રણાલી મુજબ Khilich= Sword અને Khilichi = Swordman અર્થ નિપજે. સિરીયાથી ર્પિસયામાં આવ્યા બાદ તેમને આઉટકાસ્ટ કરાતાં અફઘાનિસ્તાનમાં તર્ણાક નદીને તટે મુકામ કર્યો હતો. આ પ્રદેશમાં આશરો આપનાર સાથે જ છેતરપિંડી કરતાં નામ મળ્યું…Ghalzoe અર્થાત્ Son of Thief. હાઉસ ઓફ ઘોરમાં લોદી, સુર સહિતના વંશો પણ સમાઈ જાય. દિલ્હી તુર્ક સલ્તનત તેમનો ઈતિહાસ કહે છે. મુઘલ આક્રમણ સાથે જ અદ્રશ્ય થયેલા ઘીલજી વળી નાદિરના દિલ્હી આક્રમણ સમયે નાદિરના સૈન્યસાથી હતા. નાદિરના દિલ્હી આક્રમણ અને કોહિનૂરની લુંટ પછી જોવા મળેલા દુરાની અને અબદલ્લી તેમની જ નિપજ.

કહી શકાય કે મુઘલ અને તૈમુર આ તુર્કો પર ત્રાટક્યા હતા. દિલ્હી તુર્ક સલ્તનતનો અંત મુઘલ લાવ્યા હતા. ગાંધાર પર નજર રાખીને ઇતિહાસ લખનારાઓની નજર આ ઘટનાક્રમ પર કેમ ના ગઈ તે સમજી શકાતું નથી. ગંગાદારીને ના ઓળખતા સમૂહો ગાંધારને ઓળખી શકે? તો પછી મોંગોલિયામાં વસી રહેલા દારીગંગાને તો કઈ રીતે ઓળખી શકે? પરંતુ વિશ્વ તો ગાંધાર હતું તે સમયથી આ પ્રદેશને ઓળખે છે. ગાંધારને સમાંતર ઈતિહાસ ધરાવતા અફ્રિદી, ખટક , યુસુફઝાઈ, પખ્તુન કે પઠાણ ( પઠાણ પોતાને અફઘાન કહેતા નથી, હા અફઘાન પોતાને એ વિસ્તારમાં વસી રહ્યા હોવાથી જરૂરથી પઠાણ કહે છે) સહિતની ક્લાનના વસવાટ પ્રદેશોને પણ વિશ્વ જાણે છે. વિશ્વ એ પણ જાણે છે કે મુલ્લાહ મહમદ ઓમર Ghilzai clan ( Hotaki) અને હામીદ કરઝાઈ દુરાની ક્લાનના છે. Niazi ( નાઝી?) અહીં જ મળે. શેરશાહ સૂરી આ ક્લાનનો હતો. ઘોર પ્રાંતમાં ઊભેલા મિનારમાંથી જ પ્રેરણા મેળવીને દિલ્હીમાં કુતુબ મિનાર રચાયો હોવાનું આપણે જાણ્યું.

આ તમામ સમૂહો આજે ઇસ્લામ નામે સમાન ધર્મ પાળી રહ્યા છે. કોણ સમજાવે કે ઈશ્વરનું હોવું સત્ય અને સાહજિક છે તેટલું જ ઈશ્વરપુત્રનું હોવું પણ સાહજિક છે. ઈશ્વરે આપેલું પ્રોમિસ્ડ લેન્ડનું વચન ઈશ્વરપુત્રે ઈઝરાયલનું સર્જન કરીને પૂરું કર્યું છે. પુરાવો વિશ્વ સમક્ષ ખુલ્લો છે. ‘માદરે – વતન’ જેવા શબ્દની બૂમો પાડનારા ‘મધર – મદર’ શબ્દની ભીતર ઉતરશે? પ્રાચીન યુરોપ Matres, Matronae, Matrons ઈષ્ટની વાત કરે જ છે.

[email protected]