Peaceful resolution of Tibet solution to India-China border dispute: Tibet PM
  • Home
  • Featured
  • તિબેટના PMએ લદ્દાખને મામલે ધડાકો કરતા દુનિયાભારમાં ચીનની આબરૂ કરીનાખી ધૂળધાણી

તિબેટના PMએ લદ્દાખને મામલે ધડાકો કરતા દુનિયાભારમાં ચીનની આબરૂ કરીનાખી ધૂળધાણી

 | 8:18 pm IST

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ભારે તણાવ ચાલી રહ્યો છે. બંને દેશોની સેના વચ્ચે ટકરાવ બાદ બંને દેશોની તરફથી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી છે. જોકે આ ગંભીર સ્થિતિ વચ્ચે તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામા અને તિબેટની નિર્વાસિત સરકારના મૌનને લઈને સવાલ ઉભા થવા લાગ્યા હતાં. આખરે તિબેટની નિર્વાસિત સરકારના વડાપ્રધાન લોબસંગ સાંગેયએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે.

તિબ્બેતની નિર્વાસિત સરકારના વડાપ્રધાને કહ્યું હતું કે, લદ્દાખ ભારતનું અંગ છે. તેઓ હમેંશાથી માને છે કે લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમ ભારતનું અંગ છે. તેમને પોતાના મૌનને લઈને ઉભા થઈ રહેલા સવાલોને લઈને કહ્યું હતું કે, દલાઈ લામા છેલ્લા 60 વર્ષથી સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન વિરૂદ્ધ બોલતા આવ્યા છે. ચીને તિબેટ પર કબજો જમાવ્યા બાદથી અમે ભારે મુશ્કેલીમાં છીએ. ચીન દ્વારા તિબેટ પર કબજો જમાવ્યા બાદ જ ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને વિવાદ ઉભો થયો.

લોબસંગ સાંગેયએ કહ્યું હતું કે, તિબેટ પર ચીને કબજો જમાવ્યા બાદ ચીન ત્યાં માનવાધિકારનું સતત ઉલ્લંઘન કરતુ આવ્યું છે. જેના કારણે જ અમે આજે ધર્મશાળામાં રહી રહ્યાં છીએ. તેમણે દલાઈ લામાને ભારતના મહેમાન ગણાવતા કહ્યું હતું કે, તેમનું હંમેશાથી માનવું છે કે, તિબેટને શાંતિનું શસ્ત્ર બનાવવુ જોઈએ. અમારી સરહદો પહેલા સૈનિકો વિનાની હતી. આ સરહદોને ફરી એકવાર સેના રહિત કરવી જોઈએ. અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત કરવાથી બચવું જોઈએ.

ચીનને સણસણતો જવાબ આપતા તેમણે બંને દેશો વચ્ચે શાંતિની જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું હતું કે, નિર્ધારીત સીમાને યોગ્ય માનવી જોઈએ. ભારતનું વલણ ક્યારેય આક્રમક રહ્યુ જ નથી. તે તો માત્ર બચાવ કરી રહ્યું છે, આમ કરવાનો હક અમને સૌને છે. પોતે પેંગોંગ લેક ગયા બાદ ઉભા થયેલા વિવાદ પર સ્પષ્ટિકરણ આપતા સાંગેયએ કહ્યું હતું કે, ત્યાં પર્યટકો જાય છે તેમ હું પણ ગયો હતો. લદ્દાખના એક નાગરિકે પોતાના ટેંટ પર તિબેટનો ઝંડો છેલ્લા 30 વર્ષથી લગાવી રાખ્યો છે. હું ત્યાં પણ ગયો હતો અને તેનો એક ફોટો પણ પાડ્યો હતો જેને લઈને વિવાદ સર્જાયો હતો. હું માત્ર લદ્દાખ જ નહીં પણ સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ પણ જાવ જ છું. હું જ્યાં પણ જાવ છું ભારત સરકારની મંજુરી લઈને જ જાવ છું.

સોનમ વાંગચુકના ચીની ઉત્પાદનોના બહિષ્કારની અપીલ કરતા વીડિયોને લઈને તેમણે કહ્યું હતું કે, સરકાર ચાહે તો ટેક્ષ વધારીને તેના પર નિયંત્રણ લાદી શકે છે. લોકો તો એ જ ખરીદશે જે તેને સસ્તુ મળે છે. જ્યારે સેલિબ્રિટી પૈસા લઈને કોઈ પણ બ્રાંડને પ્રમોટ કરે છે. તેઓ પહેલા ચીની ઉત્પાદનોનો પ્રચાર કરવાનું બંધ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન