Peacock landing like a plane Video viral on social media
  • Home
  • Featured
  • પ્લેનની જેમ મોરનું લેન્ડિંગ જોઈ સૌ કોઈ ભાવ-વિભોર, વીડિયો શેર કરતાં જ ઈન્ટરનેટ પર છવાઈ ગયો!

પ્લેનની જેમ મોરનું લેન્ડિંગ જોઈ સૌ કોઈ ભાવ-વિભોર, વીડિયો શેર કરતાં જ ઈન્ટરનેટ પર છવાઈ ગયો!

 | 4:06 pm IST

લોકડાઉન દરમિયાન મોરના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. લેટેસ્ટ વીડિયો પણ મોરનો છે જેમાં તે જમીન પર ઉતરતો જોવા મળી રહ્યો છે. જો કે, આ વીડિયો સ્લોમોશનમાં શૂટ કરવામાં આવ્યો હતો અને આ જોયા પછી, લોકો મોરને અમેઝિંગ ગ્લાઈડર પણ કહી રહ્યા છે. કેમ કે ભાગ્યે જ કોઈ મોર હવામાંથી જમીન પર આ રીતે નીચે ઉતરતો હોય. વીડિયો જોનારાને ચોક્કસ આ ક્ષણ ખૂબ જ સુંદર લાગશે.

વીડિયો આઈએફએસ સુશાંત નંદાએ શેર કર્યો છે. તે કેપ્શનમાં લખે છે, ‘આ એક મહાન ગ્લાઈડર છે. મોર હવામાં ખૂબ જ સુંદર રીતે તરે છે! ’વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મોર હવામાંથી જમીન પર ઉતરી રહ્યો છે. લોકો આ મોરના ફેન્સ બની ગયા છે. જેણે આ ક્ષણ જોઈ એણે આખી ઘટનાને કેમેરામાં ધીમી ગતિમાં કેદ કરી લીધી. જો કે, આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે અંગે કોઈને જાણ નથી. તો જુઓ અહીં આ સરસ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન