Pegasus case: Center refuses affidavit, verdict resents govt
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પેગાસસ કેસ : એફિડેવિટનો કેન્દ્રનો ઇનકાર, ચુકાદો અનામત સરકારનાં વલણથી નારાજ કોર્ટ

પેગાસસ કેસ : એફિડેવિટનો કેન્દ્રનો ઇનકાર, ચુકાદો અનામત સરકારનાં વલણથી નારાજ કોર્ટ

 | 8:00 am IST
  • Share

પેગાસસ જાસૂસીકાંડ મુદ્દે સોમવારે ફરી એકવાર કોર્ટ અને સરકાર સામસામે આવી ગયા હતા. એક તબક્કે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા વધુ સમય માંગનાર સરકારે સોમવારે તેનું વલણ બદલીને રાષ્ટ્રીય સુરક્ષાનાં નામે કોર્ટમાં એફિડેવિટ કરવાનો ઈનકાર કર્યો હતો.

આ પછી સરકારનાં વલણથી નારાજ કોર્ટે ફટકાર લગાવીને કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાનાં નામે તમે છટકી શકો નહીં. સુનાવણી દરમિયાન ઉગ્ર દલીલો વચ્ચે કોર્ટે કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ કેસમાં તપાસ કરવી કે જ્યુડિશિયલ તપાસ કરવી તે અમે નક્કી કરીને ફેંસલો જાહેર કરીશું.

કોર્ટે કહ્યું કે છેલ્લી સુનાવણી વખતે સરકારને એફિડેવિટ રજૂ કરવા અમે સમય આપ્યો હતો પણ હવે અમારી પાસે અંતિમ આદેશ આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. પત્રકારો અને મહાનુભાવોનાં ફોન ટેપ કરવાનાં મામલાને કોર્ટે ગંભીર ગણાવ્યો હતો.

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ કેસમાં સ્વતંત્ર તપાસની માગણી કરતી અરજીઓ અંગે કેન્દ્ર સરકાર તેની વિગતવાર એફિડેવિટ રજૂ કરવા માગતી નથી. સરકાર પાસે છુપાવવાનું કશું નથી. નિષ્ણાતોની સમિતિ રચીને તેનો રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવશે.

કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો છે કે નહીં તે જાહેર ચર્ચાનો વિષય નથી. આ મુદ્દે એફિડેવિટને આધારે ચર્ચા થઈ શકે નહીં. આવા મુદ્દા કોર્ટમાં ચર્ચા માટેનાં નથી. આ ગંભીર મુદ્દો છે એટલે સમિતિ તપાસ કરશે. સરકાર કયા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તે જાહેર કરી શકાય નહીં. આતંકીઓને તેની જાણ ન થવી જોઈએ કે સરકાર તેમનાં ફોન આંતરવા કયા સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આમ આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.

ચીફ જસ્ટિસે શું કહ્યું? । ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, અગાઉ અમે સ્પષ્ટ કર્યું હતું કે, અમને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મામલામાં કોઈ રસ નથી. અમે ફક્ત સરકારનો જવાબ માંગીએ છીએ. જેઓ તેમનાં અધિકારોનો ભંગ કર્યાની ફરિયાદ કરે છે તેવા લોકો માટે અમે જવાબ માંગીએ છીએ. મુખ્ય સવાલ આર્ટિકલ 21 હેઠળ પ્રાઈવસીનો ભંગ કરવાનો છે. અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરે છે?

અરજદાર વતી કપિલ સિબ્બલે શું કહ્યું?

અરજદાર એન. રામ વતી કપિલ સિબ્બલે કહ્યું હતુમ કે, જવાબ આપવાની અને લોકોની પ્રાઈવસીનું જતન કરવાની સરકારની જવાબદારી છે. સરકાર એફિડેવિટનો ઈનકાર કરે છે એનો મતલબ એમ કે તે સ્પાયવેરનો ગેરકાયદે ઉપયોગ કરી રહી છે. આમાં પેગાસસનો ઉપયોગ કરાયો છે કે કેમ તે અમે જાણવા માંગીએ છીએ. પેગાસસ સામે હ્લૈંઇ કેમ કરાઈ નથી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન