Pegasus like spyware targeting your whatsapp and other details
  • Home
  • Featured
  • શું તમારા Whatsapp આવ્યો છે આ વીડિયો? તો રહો સાવધાન, નહીંતર હેક થશે ખાનગી માહિતી

શું તમારા Whatsapp આવ્યો છે આ વીડિયો? તો રહો સાવધાન, નહીંતર હેક થશે ખાનગી માહિતી

 | 3:31 pm IST

આજના સમયમાં મોટાભાગે લોકો વીડિયો અને ફોટો શેયરિંગ માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. સાથે આ પ્લેટફોર્મના માધ્યમથી વીડિયો અને વોઇસ કોલ પણ થયા છે. પરંતુ થોડા દિવસ પહેલા ઇઝરાઇલની જાસૂસી કંપની એનએસઓએ પેગાસસ દ્વારા ભારતીય પત્રકારોના વોટ્સએપને હેક કર્યું હતું.

બીજી તરફ તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યું છે. જેમાં એવી માહિતી મળી છે કે હેકર્સ પેગાસસ જેવા સ્પાઇવેયરના માધ્યમથી એમપી 4 વીડિયો મોકલી લોકોના વોટ્સએપ હેક કરી રહ્યા છે. ખરેખર, હેકર્સ લોકોના વોટ્સએપ હેક કરવા માટે તેમના વોટ્સએપ પર અન-નોન નંબરથી મેલવેયર વાળી એમપી4 વીડિયો ફાઇલ મોકલે છે. આ પ્રકારની વીડિયો ડાઉનલોડ કરવાથી ખાનગી ડેટા હેક થઈ જાય છે. જોકે ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ(સીઇઆરટી) ને આ જોખમ વિશે જાણ થઈ તો પછી તરત જ વાયરસને ‘High Severity’ ની શ્રેણીમાં મૂકી દીધો.

રિપોર્ટ મુજબ આ ટેક્નોલોજીની ખામીના માધ્યમથી હેકર્સ ડોસ, Android, iOS અને વિંડો પ્લેટફોર્મને સરળતાથી હેક કરી શકે છે. આ સાથે સાઇબર અટેકર્સ અજાણીયા નંબરથી યુઝર્સના વોટ્સએપ પર વાયરસવાળો વીડિયો મોકલી ડિવાઇસમાં મેલવેયર વાળા પ્રોગ્રામ અથવા એપ્સ ઇસ્ટોલ કરી દે છે. જો કે, આ સમસ્યાને ઠીક કરવા માટે વોટ્સએપે એક નવું સિક્યુરિટી પેચ બહાર પાડ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા કંપનીએ આ હેકિંગને લગતી વધારે માહિતી શેર કરી નથી.

આ વીડિયો પણ જુઓ: સ્માર્ટ સિટી સુરતમાં 100થી વધુ વૃક્ષો કપાઇ ગયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન