People are being implicated through fake job offers on LinkedIn
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાવધાન! LinkedIn પર ફેક જોબ ઓફર આપીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે

સાવધાન! LinkedIn પર ફેક જોબ ઓફર આપીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે

 | 2:07 pm IST
  • Share

પ્રોફેશનલ્સ અને જોબ શોધવાવાળા માટે LinkedIn ખુબ જ લોકપ્રિય સોશિયલ નેટવર્ક છે. કોરોના(CORONA)ને કારણે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આ કારણે લોકો LinkedIn તરફ વળ્યા છે. તેઓ LinkedIn પર જોબ શોધી રહ્યા છે. હવે હેકરો LinkedIn(hackers) વપરાશકર્તાઓને તેમનો નવો ટાર્ગેટ બનાવી રહ્યાં છે.

Gizmodo ના એક અહેવાલ મુજબ, હેકર્સ આ અભિયાન દ્વારા વપરાશકર્તાઓને નિશાન બનાવી રહ્યા છે. રિપોર્ટમાં સાયબર સિક્યુરિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર eSentireને ટાંકવામાં આવ્યુ છે. eSentireએ વપરાશકર્તાઓને ચેતવણી આપી છે. આ મુજબ, હેકિંગ ગૃપ બિઝનેસ પ્રોફેશનલ્સને LinkedIn પર બનાવટી જોબ ઓફર દ્વારા નિશાન બનાવી રહ્યા છે. તેના શિકાર થયેલા યૂઝર્સના ડિવાઈઝમાં Trojan વાયરસ નાખી દેવામાં આવે છે.

Trojan વાયરસથી હેકર્સ યૂઝરના ડિવાઈસને એક્સેસ અને કંટ્રોલ કરી લેશે. આ કારણે તે ટારગેટેડ યૂઝરના ડિવાઈઝથી કોઈ પણ ફાઈલને સેંડ,રિસિવ, લોન્ચ કે ડિલિટ કરી શક છે. રિપોર્ટ અનુસાર આ હેકર્સ Golden Chickens ગૃપ સાથે જોડાયેલ છે.

હેકર્સ યૂઝર્સને LinkedIn પર ડાયરેક્ટ મેસેજ દ્વારા જોબ ઓફર કરે છે. આ જોબ ઓફર ફેક હોય છે. તેમા Zip ફાઈલ એટેચ્ડ હોય છે. Zip ફાઈલમાં મેલવયર છુપાયેલ હોય છે. જેવો જ યૂઝર એટેચ્ડ ફાઈલને ઓપન કરે છે, મેલવેયર તેમના ડિવાઈસનો બધો કંટ્રોલ હેકર સુધી પહોંચી જાય છે.

આ મેલવેયર ઘણો ખતરનાક છે. આ કેટલાય એન્ટી-વાયરસ ટૂલ પણ પકડવામાં અસફળ થઈ જાય છે. આ કારણે અજાણી લિંક કે ફાઈલને ઓપન કરવાથી બચવુ જોઈએ. કેટલાય પ્રોફેશનલ્સ જોબ માટે LinkedIn ઉપર સર્ચ અને અપ્લાઈ કરે છે. આ કારણે તેઓ હેકર્સના ટાર્ગેટ પર આવી ગયા છે. જ્યારે પણ તમે LinkedIn પર કોઈપણ જોબ સંબંધિત વાત કરો છો ત્યારે પહેલા એ જાણી લો કે રિયલ છે કે નહીં. જો તમને તેના પર થોડી પણ શંકા હોય તો તુંરત ચેકને ઓફ કરીને યૂઝરને બ્લોક કરી દો.

આ વીડિયો પણ જૂઓ: મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના સંક્રમણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન