people celebrating birthdays during lockdown video viral
  • Home
  • Featured
  • VIDEO: એવી રીતે બર્થ-ડે ઉજવ્યો કે, સામાજિક અંતરનું અને લોકડાઉનનું પાલન છતાં મોજ એવી જ

VIDEO: એવી રીતે બર્થ-ડે ઉજવ્યો કે, સામાજિક અંતરનું અને લોકડાઉનનું પાલન છતાં મોજ એવી જ

 | 10:23 am IST

કોરોના વાયરસનો પ્રકોપ પુરી દુનિયામાં ફેલાઈ ગયો છે. સરકારે બધાને ઘરે જ રહેવા માટે કહ્યું છે. આ વચ્ચે લોકો લગ્ન અને જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવી રહ્યા છે અને ફોટો-વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક જન્મદિવસનો વીડિયો બહાર આવ્યો છે અને ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોતો હસી હસીને લોટપોટ થઈ ગયા છે.

ટ્વીટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. એક શખ્સ માસ્ક પહેરીને બેઠો છે. મીણબત્તીને ફૂંક મારવાની જગ્યાએ હેરડ્રાયર લઈને હોલવે છે. સામે કેટલાક લેપટોપ પડ્યા છે અને એમાં મિત્રો વીડિયો કોલ પર જોવા મળી રહ્યા છે. તે બધા બર્થ-ડે સોન્ગ પણ ગાઈ રહ્યા છે. હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 48 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. તો તમે પણ જુઓ આ મજેદાર વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન