People Started Campaign On Social Media For Justice For Priyanka Reddy
  • Home
  • Featured
  • ફરી દેશ શર્મસાર, જો આ ઘટના વાંચી પેટનું પાણી નથી હલતુ તો માની લો ‘માનવતા મરી પરવારી’

ફરી દેશ શર્મસાર, જો આ ઘટના વાંચી પેટનું પાણી નથી હલતુ તો માની લો ‘માનવતા મરી પરવારી’

 | 8:57 am IST

હૈદરાબાદ શહેરની બહારનાં વિસ્તારમાં 26 વર્ષિય મહિલા ડૉક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એક તરફ જ્યાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી અને પોલીસે આ ઘટનામાં મોહમ્મદ પાસા નામનાં વ્યક્તિ સહિત 4 હવસખોરોની ધરપકડ કરી છે. તો બીજી તરફ આ ઘટનાથી નારાજ લોકોએ ટ્વિટર પર #RIPPriyankaRedyy હૈશટેગ દ્વારા ન્યાયની માંગણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશુ ચિકિત્સક રેડ્ડી કોલ્લુરૂ સ્થિત પશુ સારવાર કેન્દ્રમાં કામ કરતી હતી. બુધવારનાં તેમણે ટોલ પ્લાઝા નજીક પોતાની સ્કૂટી પાર્ક કરી અને કેબથી કામ પર પહોંચી. રાતમાં જ્યારે તેઓ પરત ફર્યા તો તેમણે જોયું કે તેમની સ્કૂટી પંક્ચર છે.

પ્રિયંકાએ પોતાની બહેનને સ્થિતિ વિશે જાણ કરી અને એ પણ જણાવ્યું કે તેમને ડર લાગી રહ્યો છે, કેમકે આસપાસ ફક્ત લેન્ડિંગ ટ્રક અને અજાણ્યા લોકો છે. આ સ્થિતિ પર બહેને તેમને ટોલ પ્લાઝા જવા અથવા સ્કૂટી છોડી કેબથી આવવા કહ્યું. પ્રિયંકાએ બહેનને જણાવ્યું કે કેટલાક લોકોએ તેને મદદની ઑફર કરી છે અને તેમણે થોડીવારમાં કૉલ બેક કરવાનું કહ્યું. રિપોર્ટ્સ પ્રમાણે બહેને પોલીસને જણાવ્યું કે કેટલીક મિનિટ બાદ જ્યારે પ્રિયંકાને કૉલ કરવામાં આવ્યો તો તેમનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો. ચિંતિત પરિવારે ટૉલ પ્લાઝા પહોંચી પ્રિયંકાને શોધવાનાં પ્રયત્નો કર્યા, જ્યારે તેઓ ના મળ્યા તો પરિવારે પોલીસને ફરિયાદ કરી.

ગુરૂવાર સવારે પોલીસને હૈદરાબાદ-બેંગલોર હાઈવે પાસે એક મહિલાની સળગેલી લાશ મળવાની જાણકારી મળી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પોલીસે ગુમ થયાનાં રિપોર્ટનાં આધાર પર પ્રિયંકાનાં પરિવાર સાથે સંપર્ક સાધ્યો, જેમણે કપડા અને ગળાનાં લૉકેટનાં આધારે પ્રિયંકાનો દેહ હોવાની પુષ્ટિ કરી. ઘટનાની શરૂઆત કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી છે. સાથે જ એ જાણકારી ભેગી કરવામાં આવી રહી છે કે પ્રિયંકાને કોણે મદદ ઑફર કરી હતી.

આ ઘટના સામે આવ્યા બાદ ના ફક્ત તેલંગાના, પરંતુ આખા દેશનાં લોકોએ સોશિયલ મીડિયા પર પ્રિયંકાને ન્યાય આપવાની અને આરોપીઓને પકડીને તેમને સખત શબ્દોમાં સજા આપવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન