લાઈવ શોમાં મહિલા એન્કરના ડ્રેસનું કાતરથી કરાયું વસ્ત્રાહરણ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • લાઈવ શોમાં મહિલા એન્કરના ડ્રેસનું કાતરથી કરાયું વસ્ત્રાહરણ

લાઈવ શોમાં મહિલા એન્કરના ડ્રેસનું કાતરથી કરાયું વસ્ત્રાહરણ

 | 8:07 pm IST

સ્પેનના એક ટીવી એન્કરે લાઈવ બુલેટિનમાં જ  સાથી મહિલા ટીવી એન્કરનો ડ્રેસ કાતરથી કાપી નાખ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને નોકરીમાંથી હાંકી કાઢવાની માગણી કરી છે.

જુઆન મેડિયો તેમના કો-પ્રેઝન્ટર ઈવા રુઝ સાથે સ્પેનિશ શો આફટરનુન હિયર એન્ડ નાઉ રજૂ કરી રહ્યા હતાં, ત્યારે તેમણે રુણના વસ્ત્રો કાતરથી કાપવાની શરૂઆત કરી હતી. કેટલાક લોકોના મતાનુસાર તેઓ આ રીતે રુઝે કરેલી મજાકનો બદલો લઈ રહ્યા હતાં. તાજેતરના એક કાર્યક્રમમાં મેડિયોએ ઓન એર ડાન્સ કરવાની ના પાડતાં રુઝે તેમની પેન્ટ કાપી નાખી હતી.

વાયરલ વીડિયોમાં મેડિયો કાતરથી રુઝના ડ્રેસ કાપતા દેખાય છે. આ સમયે રુઝ હસતી  હતી અને હાથ વડે શરીર ઢાંકતી હતી.