People Drunk Hand Sanitizer In Party After Alcohol Finished
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાર્ટીમાં દારૂ ખત્મ થઈ જતા લોકોએ સેનિટાઇઝર ગટગટાવ્યું, 7 લોકોના મોત- 2 કોમામાં

પાર્ટીમાં દારૂ ખત્મ થઈ જતા લોકોએ સેનિટાઇઝર ગટગટાવ્યું, 7 લોકોના મોત- 2 કોમામાં

 | 5:26 pm IST

રશિયા (Russia)ના એક ગામમાં એક પાર્ટીમાં આલ્કોહોલ (Alcohol) ખત્મ થતા લોકો હેન્ડ સેનિટાઇઝર (Sanitizer) પીવા લાગ્યા. આ પગલું તેમના માટે ભારે પડ્યું અને 7 લોકોના મોત થઈ ગયા. તો 2 લોકો કોમામાં છે. રિપોર્ટ્સ પ્રમાણે તાતિન્સકી જિલ્લાના તોમતોર ગામમાં 9 લોકો પાર્ટી (Party) કરી રહ્યા હતા. પાર્ટીમાં સામેલ લોકોએ જે સેનિટાઇઝર પીધું તે 69 ટકા મિથેનોલ હતુ જેને મહામારી દરમિયાન હેન્ડ ક્લિનર (Hand Cleaner) તરીકે વેચવામાં આવી રહ્યું હતુ.

 6 લોકોને એરક્રાફ્ટ દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, સૌથી પહેલા ત્રણ લોકોના મોત થઈ ગયા અને બાકી 6 લોકોને એરક્રાફ્ટ દ્વારા ક્ષેત્રીય રાજધાની યાકુત્સ્ક લઇ જવામાં આવ્યા. બાદમાં 4 લોકોના મોત થઈ ગયા. ફેડરલ પબ્લિક હેલ્થ વૉચડૉગ Rospotrebnadzorએ જણાવ્યું કે સેનિટાઇઝરથી પોઇઝનિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

રશિયામાં કોરોના વાયરસ સંક્રમણના 20,64,748 કેસ 

રશિયાની સરકારે લોકોને સ્થાનિક રીતે બનાવવામાં આવેલા સેનિટાઇઝર ના પીવા કહ્યું છે. રશિયામાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના 20,64,748 કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે 35,778 લોકોના મોત થઈ ચુક્યા છે. તો દુનિયાભરમાં 5.8 કરોડ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને 13.8 લાખ લોકોના મોત થઈ ગયા છે.

આ વિડીયો પણ જુઓ: કર્ફ્યૂ વચ્ચે અમદાવાદમાં વાગ્યા ઢોલ-શરણાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન