People eat sago during fast, is not vegetarian
  • Home
  • Astrology
  • ઉપવાસમાં સાબુદાણા ખાતા પહેલા હજારવાર વિચારી લેજો, આવી ગંદી રીતે બને છે

ઉપવાસમાં સાબુદાણા ખાતા પહેલા હજારવાર વિચારી લેજો, આવી ગંદી રીતે બને છે

 | 12:03 pm IST

વ્રત હોય કે ઉપવાસ, દરેક ઘરમાં સાબુદાણાથી બનેલી વાનગીઓ બનાવવામાં અને તેને ચાઉથી ખાવામાં આવે છે. પણ, સાબુદાણાના શાકાહારી હોવા પર અનેકવાર સવાલો થતા આવ્યા છે. પણ, શું ખરેખર સાબુદાણા શાકાહારી છે ખરા? તેના પર આ સવાલો એટલા માટે થાય છે કેમ કે તેને બનાવવાની પ્રોસેસ જ એવી છે. સાબુદાણા બનાવવાની ટેકનિક જાણીને તમે પણ વિચારમાં પડી જશો, અને સાબુદાણા ખાવાનું છોડી દેશો.

સાબુદાણાની ખીચડી, હલવો, ટિક્કી, લાડુ… જેવા કેટકેટલા વ્યંજનો આપણા ઘરોમાં બનતા હોય છે. પરંતુ સાબુદાણા બનાવવાની પ્રોસેસ જાણીને તમારા મનમાં શંકા પેદા થશે કે શું તમારું વ્રત હકીકતમાં તૂટી તો નહિ જાય ને? પ્રાથમિક રીતે જોઈએ તો સાબુદાણા સમગ્ર રીતે પ્રાકૃતિક વનસ્પતિ છે. કેમ કે, તે સાગો પામ નામના છોડના મૂળમાં મળી આવતા ગૂદમાંથી બનાવવામાં આવે છે. પરંતુ માર્કેટમાં મળતા સાબુદાણાના બનાવવાની પ્રોસેસ જાણ્યા બાદ એ કહેવું કેટલું યોગ્ય છે કે, સાબુદાણા શાકાહારી છે. કેમ કે, તેની બનાવવાની પ્રોસેસ જ
માંસાહારી જેવી છે.

મોટાભાગે સાબુદાણા તમિલનાડુની અનેક મોટી ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે. કારણ કે, તમિલનાડુમાં મોટી માત્રામા સાગો પામના વૃક્ષો મળી આવે છે. તેથી તમિલનાડુ દેશમાં સાબુદાણાનું સૌથી મોટું સ્ત્રોત માનવામાં આવે છે અને તેથી જ અહીં તેની મસમોટી ફેક્ટરીઝ આવેલી છે.

કેવી રીતે બને છે સાબુદાણા

  •  ફેક્ટરીઝમાં સાગો પામના મૂળને એકઠા કરવામાં આવે છે. તેના ગુદોમાંથી સાબુદાણા બનાવવા માટે ગુદાને મહિનાઓ સુધી મોટા મોટા ખાડામાં સડાવવામાં આવે છે.
  •  આ ખાડાની સૌથી મોટી વિચિત્ર બાબત એ છે કે, તે ખુલ્લા જ રાખવામાં આવે છે.
  •  ખાડા ખુલ્લા હોવાને કારણે તેના ઉપર લાગેલી લાઈટ્સને કારણે તેમાં અનેક કીડા-મકોડા પડતા રેહ છે.
  •  સડેલા ગુદામાં પણ સફેદ રંગના જીવ પેદા થતા રહે છે. આ ગુદાને કીડા-મકોડા અને સૂક્ષ્મ જીવોને અલગ કર્યા વગર જ તેને રગડવામાં આવે છે. સૂત્રો કહે છે કે, અનેકવાર તો તેને પગથી જ રગડવામાં આવે છે.
  •  આવી રીતે રગડવાથી તમામ સૂક્ષ્મ જીવ અને કીટાણુ તેમાં મિક્સ થઈ જાય છે.
  •  પછી આ રગડેલા માવામાંથી લોટ તૈયાર કરવામાં આવ છે.
  •  બાદમાં મશીનની મદદથી તેને નાના નાના દાણાંના રૂપમાં તૈયાર કરાય છે.
  •  બાદમાં આ દાણાંને પોલિશ કરવામાં આવે છે.

હવે તમે જ વિચારો કે, આ નિર્માણ પ્રોસેસને જાણ્યા બાદ તમે સાબુદાણાને શાકાહારી કહેશો કે માંસાહારી. તેથી તેને વ્રતમાં ખાતા પહેલા હજાર વાર વિચારી લેજો.