People Enjoyed Navratri at various places in Gujarat - PHOTOS
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યમાં વિવિધ જગ્યોઓએ ખેલૈયાઓએ અનોખા અંદાજમાં મચાવી નવરાત્રિની ધૂમ – PHOTOS

રાજ્યમાં વિવિધ જગ્યોઓએ ખેલૈયાઓએ અનોખા અંદાજમાં મચાવી નવરાત્રિની ધૂમ – PHOTOS

 | 1:09 pm IST
  • Share

નવરાત્રિમાં રાજ્ય સરકારે શેરી ગરબાના આયોજનને મંજૂરી આપતા ઘણી જગ્યાઓએ શેરી ગરબાનું આયોજન થયું છે. નવરાત્રિના રસિયાઓ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. નવરાત્રિમાં દુર્ગા અષ્ટમીનું ખૂબ જ મહત્વ હોય છે. સરકારની ગાઈડ લાઈન મુજબ સુરતના ઉતરાણ ખાતેના સુમન મંદિરમાં 551 દીવડા પ્રગટાવીને મહાઆરતી ઉતારી હતી. શેરી રાસ ગરબાની સાથે ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે.

સાથે જ અમદાવાદના બોપલની સ્ટાન્ઝા સોસાયટી ખાતે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમ્યાન આ સોસાયટીના ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. સોસાયટીમાં જ માતાજીની સ્થાપના કરીને અહીં નાના-મોટા સૌ ભેગા થઈને માતાજીની આરતી પણ કરે છે અને પછી ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબા પણ રમે છે. જુઓ તસવીરો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો