People for hometown: Booking full from Surat to Savarkundla, Rajula Railway on Diwali
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લોકો વતનની વાટે: દિવાળીમાં જાણો અત્યારથી કઈ કઈ જગ્યાઓનું રેલવેમાં બુકિંગ ફુલ

લોકો વતનની વાટે: દિવાળીમાં જાણો અત્યારથી કઈ કઈ જગ્યાઓનું રેલવેમાં બુકિંગ ફુલ

 | 6:00 am IST
  • Share

  •  રેલવે દ્વારા કોચ વધારાય તો લોકોને સસ્તા ભાડામાં મુસાફરીનો લાભ મળે
  • 29મીથી સ્લીપિંગ અને સ્લીપર કોચમાં વેઈટિંગ શરૂ : માદરે વતન આવવા લોકોનો ધસારો
  • સિટિંગમાં રૂ.210 અને સ્લીપર કોચમાં માત્ર રૂ.360 ભાડું

દિવાળીના સમયે અમુક વાહનો દ્વારા સુરતથી અમરેલી જિલ્લામાં આવવા કે અહીંથી જવા માટે રૂ. 1500 કે તેથી વધારે ભાડૂ અને એક જ સીટમાં ત્રણ ત્રણ લોકોને બેસાડવામાં આવતા હોય છે. ત્યારે રેલવેમાં સુરતથી અમરેલી જિલ્લામાં આવવા કે જવા માટે સેકન્ડ સીટિંગના રૂ. 210, સ્લીપીંગના રૂ. 360, થ્રી ટાયર એસીમાં રૂ. 945 અને ટૂ ટાયર એસીમાં રૂ. 1325 છે. રેલવેમાં ટૂ ટાયર એસીનું ભાડૂ પણ દિવળીમાં ખાનગી બસો દ્વારા લેવાતા ભાડા કરતા સસ્તુ છે.

સુરતથી દિવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન અમરેલી જિલ્લામાં આવે છે. ત્યારે સુરતને અમરેલી જિલ્લા સાથે જોડતી એકમાત્ર ટ્રેનમાં દિવાળીના સમયમાં તા. 29મીથી જ બુકીંગ ફૂલ થઈ ગયું છે અને વેઈટીંગ શરૂછે. હજુ દિવાળી નજીક આવતા ધસારો વધે તેમ છે.

4 નવેમ્બરે દિવાળી છે અને આ દિવસે સુરત ટ્રેનમાં સાવરકુંડલા કે રાજુલા આવવા માટે સેકન્ડ સીટીંગમાં 22, સ્લીપીંગમાં 47નું વેઈટીંગ છે. દિવાળીના આગલા દિવસે તા.3ના સેકન્ડ સીટીંગમાં 82 અને સ્લીપરમાં 202 લોકોનું વેઈટીંગ છે. થ્રીટાયર એસીમાં પણ 27 અને ટૂ ટાયર એસીમાં 8 લોકોનું વેઈટીંગ છે. તા.રના પણ સેકન્ડ સીટીંગમાં 93, સ્લીપરમાં 239, થ્રી ટાયર એસીમાં 30 અને ટૂ ટાયર એસીમાં 3 લોકોનું વેઈટીંગ છે.

અમરેલી જિલ્લાના લાખો લોકો સુરતમાં સ્થાયી થયા છે એ પૈકી હજારોની સંખ્યામાં લોકો સુરતથી અમરેલી જિલ્લામાં દિવાળીના તહેવારોમાં આવે છે અને ખાનગી બસો તથા અન્ય વાહનો દ્વારા ભાડામાં લૂંટ ચલાવાતી હોય છે. રેલવે દ્વારા મહુવા સુરત મહુવા દૈનિક ટ્રેનમાં દિવાળીના સમયમાં વધારે કોચ લગાવવામાં આવે તો આ દિવસો દરમિયાન વધુમાં વધુ લોકોને ટ્રેનમાં સસ્તાભાડંમાં મુસાફરીનો લાભ મળી શકે તેમ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો