"People from industry offer on trays by bollywood calling parties " - sherlyn Chopra
  • Home
  • Featured
  • પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ડ્રગ્સ ઓફર કરતા હતા, આ Hot અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો

પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ડ્રગ્સ ઓફર કરતા હતા, આ Hot અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો

 | 2:52 pm IST

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલમાં આવ્યા પછી ઘણા સ્ટાર્સે દાવો કર્યો હતો કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ પાર્ટીઝ થાય છે જેમાં સ્ટાર્સ ડ્રગ્સનું સેવન કરે છે. હવે ફિલ્મ કામસૂત્ર અભિનેત્રી શર્લિન ચોપડાએ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ પાર્ટી થતી હોવાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પાર્ટીમાં ડ્રગ ઓફર કરવામાં આવે છે. અભિનેત્રીએ આ વખતે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

શર્લિન ચોપરાએ તેનો એક વીડિયો ઇન્સ્ટા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે યોગ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવતા શર્લિન કહે છે કે – તમે હંમેશા મારી ફિટનેસનું રહસ્ય પૂછો છો તો રહસ્ય ન્યુટ્રિશન, અનુશાસન અને યોગા. યોગથી થશે અવશ્ય થશે.

વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે – “હું ચેન સ્મોકર હતી, પરંતુ ઓક્ટોબર 2017 માં મેં સ્મોકિંગ (ધૂમ્રપાન) છોડી દીધું હતું. મેં હંમેશાં ડ્રગ્સથી મારું અંતર રાખ્યું છે. ઇન્ડસ્ટ્રીના લોકો પાર્ટીમાં બોલાવે છે અને ટ્રે પર ડ્રગ્સ આપે છે, પરંતુ લેવાનું નહીં. ”શર્લિનની પોસ્ટ સોશિયલ સાઇટ પર એકદમ વાયરલ થઈ રહી છે.

આ પહેલા શર્લિને બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તેણીએ પણ આનો સામનો કરવો પડ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં શર્લિને કહ્યું કે જ્યારે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે મને ઘણા ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેમની સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું કહેવામાં આવ્યું. અભિનેત્રીએ કહ્યું કે ત્યાં સુધી તે જાણતી નહોતી કે ‘ડિનર’ નો અસલી અર્થ કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય છે.

શર્લીને કહ્યું હતું કે જ્યારે તે આ વાત સમજી ગઈ ત્યારે તેને તેનો ઇનકાર કરવાનો રસ્તો મળ્યો. તેણે કહ્યું- ‘મને ડિનર નથી કરવું મારે જમવું નથી. મારી ડાયેટ ચાલી રહી છે. તમે બ્રેકફાસ્ટ પર બોલાવો, લંચ પર બોલાવો. તે બાદ ક્યારેય મને સંપર્ક કરતા ન હતા. કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન