People from Unjha took Oath that Ashaben Patel will loose the Election2019.
  • Home
  • Gujarat
  • કોંગ્રેસની ‘આશા’ ભાજપને ફળશે? હજારો કાર્યકર્તાઓના સોગંદ બનશે માથાનો દુખાવો

કોંગ્રેસની ‘આશા’ ભાજપને ફળશે? હજારો કાર્યકર્તાઓના સોગંદ બનશે માથાનો દુખાવો

 | 3:33 pm IST

ઊંઝાના પૂર્વ કોંગી ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. ભાજપે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલને ઉમેદવાર બનાવતાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક શરૃ કરતાં જ મતદારોએ સામે ખુલીને વિરોધ દર્શાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો અને પોસ્ટરો લગાવી આશા પટેલને મત માંગવા આવવા માટે પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવ્યો છે.

ઊંઝા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપને ફટકો પડે તેવું લાગી રહ્યું છે. ઉંઝા તાલુકાના ભાજપના સંનિષ્ઠ કાર્યકરોએ આશાબેન પટેલને હરાવવા શપથ લીધા છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ સહિત અનેક કાર્યકરોની ઉસ્થિતિમાં શપથ લેવાયા હતાં. ઊંઝાના કામલી રોડ પર નમેણ માતાજીના મંદિર કેમ્પસમાં યોજાયેલા થાળના પ્રસંગમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકરો એકઠાં થયા હતા. તમને જણાવી દઇએ કે, આશાબેન પટેલને ટિકિટ નહી ફાળવવા ભાજપના કાર્યકરોએ રજૂઆત કરી હોવા છતા પણ ટિકિટ આપતા ભાજપના કાર્યકરો નારાજ છે.

મોદી તુજસે બેર નહી, આશા તેરી ખેર નહી

સોશિયલ મીડીયામાં અપીલ કરવામાં આવી છે કે ભાજપની વિચારધારા ધરાવતા લોકો પણ આ ચૂંટણીમાં આશા પટેલને પાઠ ભણાવે અને ઊંઝા સિવાય આખા દેશમાં ભાજપનો પ્રચાર કરો. અને અપીલ કરતો મેસેજ ફરતો કરવામાં આવ્યો હતો કે મોદી તુજસે બેર નહી પર આશા તેરી ખેર નહી.

આ પણ જુઓ: આઝમ ખાનના વિવાદીત નિવેદન પર જયાપ્રદાના પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન