નવ વર્ષને વધાવવા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા, જુઓ ઉજવણી - Sandesh
  • Home
  • Ahmedabad
  • નવ વર્ષને વધાવવા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા, જુઓ ઉજવણી

નવ વર્ષને વધાવવા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા, જુઓ ઉજવણી

 | 9:28 am IST

અમદાવાદમાં નવા વર્ષને આવકારવા માટે ઠેર-ઠેર લોકો ઉમટી પડયા હતા અને ડાન્સની ધૂમ મચાવી હતી. બરાબર વાગ્યે વર્ષ-૨૦૧૮ની શરૃઆત થતાં જ લોકોએ ચીચીયારીઓ કરી મૂકી હતી તો ફટાકડા ફોડીને નવા વધનું સ્વાગત કર્યું હતું. યુવાહૈયા રસ્તા ઉપર આવી ગયા હતા આતશબાજી કરી હતી.

અમદાવાદમાં ફાર્મ હાઉસથી લઈ શહેરમાં હોટેલ, પાર્ટીપ્લોટમાં પાર્ટીઓનું આયોજન કરાયું હતું. જેમાં ગીતોની રમઝટ વચ્ચે યુવાધને ડાન્સના તાલે ધૂમ મચાવી હતી. નવા વર્ષની શરૃઆત થતાં જ લોકોએ ફટાકડા ફોડયા હતા. સોશિયલ મીડિયામાં મેસેજથી પણ શુભેચ્છાઓ આપી હતી. બાર વાગ્યા પછી ઠેર-ઠેર રસ્તાઓ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સીજી રોડ, એસ.જી હાઈવે, વસ્ત્રાપુર તળાવ, આઈઆઈએમ રોડ, લો ગાર્ડન સહિતના વિસ્તારોમાં રાતના ૧૨ વાગ્યા પછી સ્વયંભૂ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને નવા વર્ષની ધમાકેદાર ઉજવણી કરી હતી. ખાણીપીણી બજારોમાં પણ મોડી રાત ખુલ્લાં રહ્યાં હતાં. પાર્ટીપ્લોટમાં નવા વર્ષની ઉજવણી માટે મોટીસંખ્યામાં યુવાહૈયા ઉમટી પડયા હતા અને ડીજેના તાલે ધૂમ મચાવી હતી. માણેકચોકમાં ખાણીપીણી બજારમાં મોડી રાતે કીડીયારૃ ઉભરાયું હોય તેમ માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

વસ્ત્રાપુરમાંથી ૧૦ દારૃડીયા પકડાયા
વસ્ત્રાપુરમાં દારૃ પીને ધમાલ મચાવતા ૧૦ દારૃડીયાઓને પોલીસે પકડી લઈ તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ટ્રાફિ એ ડિવિઝને બે બાઈકસવારને દારૃ પીધેલી હાલતમાં પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઈક રેસિંગ કરતા બે પકડાયા
નવા વર્ષની ઉજવણીમાં બાઈકર્સ ગેંગ આતંક મચાવતી હોય છે. જાહેર રસ્તા ઉપર બેફામ દોડતા અને રેસિંગ કરનારા સામે પોલીસે લાલઆંખ કરતાં બે યુવકોને બાઈક સાથે પકડી લીધા હતા. એસજી હાઈવે ઉપર પોલીસના પેટ્રોલિંગમાં બે બાઈક સવાર જોરજોરથી રેસિંગ કરતા હતા જેમને પોલીસે પકડી લીધા હતા.

એસ.જી.હાઈ-વે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો
બરાબર ૧૨ના ટકોરે નવા વર્ષની ઉજવણી શરૃ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. એસ.જી.હાઈ-વે, સીજી રોડ ઉપર અને આઈઆઈએમ રોડ ઉપર મોટીસંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકો ખુલ્લા વાહનોમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે નીકળી ગયા હતા.