People giving funny reason for not wearing Helmet in Gujarat
  • Home
  • Ahmedabad
  • વાહ રે અમદાવાદી…મસમોટા દંડ ભરવાથી બચવા લોકોએ આપ્યા અજીબો-ગરીબ કારણ, વાંચીને હસશો

વાહ રે અમદાવાદી…મસમોટા દંડ ભરવાથી બચવા લોકોએ આપ્યા અજીબો-ગરીબ કારણ, વાંચીને હસશો

 | 8:56 am IST

રાજ્યમાં જ્યારથી નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ થયું છે. ત્યારથી દેશની જનતામાં મિશ્રિત પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો આ નવા નિયમોને આવકારી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આ નિયમોનો વિરોધ કરી રહ્યા છે. જોકે આ વચ્ચે ટ્રાફિક નિયમોનું ભંગ કરવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા જોગવાઈ પ્રમાણે લોકો પાસેથી દંડ પેઠે મોટી રકમ વસૂલવામાં આવી રહી છે. ત્યારે હવે કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં લોકો જ્યારે ટ્રાફિક નિયમ ભંગ કરતા પકડાય છે તો અજીબો ગરીબ બહાનું બતાવી દંડ ભરવાની બચતા નજરે આવી રહ્યા છે. કેટલાક લોકોના તો બહાના એવા હોય છે કે તમે પણ વાંચીને પેટ પકડીને હસવા લાગશો. સોશિયલ મીડિયા પર લોકોના આ રમૂજી બહાના ખૂબ જ વાયરલ થયા છે.

અકસ્માત બાદ હેલ્મેટ પહેરવાથી મગજ ફરી જાય છે:

શિવરંજની ચાર રસ્તા પાસેથી એક્ટિવા લઈ જતી મહિલાએ કહ્યું કે, મારા માથે વાગ્યું હોવાથી ડોક્ટરે હેલ્મેટ પહેરવાની ના પાડી છે. હું હેલ્મેટ પહેરૂ તો મારૂ મગજ ફરી જાય છે પછી હું શું કરું છું તેની ખબર જ રહેતી નથી? પોલીસે આખરે મહિલાને જવા દીધી હતી.

સાહેબ હેલ્મેટ છે પણ માથે વાગ્યું હોવાથી પહેરી નથી:

મોટર સાઈકલ પસાર થઈ રહેલ ચાલકે કહ્યું હતું કે, મારી પાસે હેલ્મેટ છે પરંતુ માથે વાગ્યુ હોવાથી હું પહેરી શકતો નથી. આ પછી બાઈક ઉપર લગાવેલી હેલ્મેટ પોલીસે બતાવી હતી, જો કે, પોલીસે ચાલકને કહ્યું કે, ડોકટરનું સર્ટીફીકેટ લઈને ફરો.

મારી પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા નથી:

પાલડી ભઠ્ઠા પાસેથી એકટીવા પર પસાર થઈ રહેલા ચાલકને પોલીસે પુછયું કે, કેમ હેલ્મેટ પહેરી નથી તો ચાલકે પોલીસને કહ્યું કે, મારી પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા નથી એટલું હું શેઠ પાસે પૈસા લઈને હેલ્મેટ ખરીદવા જઈ રહ્યો છું.

હેડ કોન્સ્ટેબલ આવે પછી કાર્યવાહી કરીશું:

શિવરંજની ચાર રસ્તા પાસેથી હેલ્મેટ પહેર્યા વગર પસાર થઈ રહેલા વાહનોની ટીવીનો રિપોર્ટર ગણતરી કરી રહ્યો હતો આ જોઈને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ટીવીના રિપોર્ટર પાસે આવીને કહ્યુ કે, અત્યારે અમે તો ટ્રાફીક નિયમન અંગે કાર્યવાહી કરીશુ કારણ કે વાહન ચાલકને મેમો આપવાની સત્તા હેડ કોન્સ્ટેબલને છે. હેડ કોન્સ્ટેબલ 10.30 વાગે આવશે પછી કાર્યવાહી કરીશું.

પોલીસ નજરે નહીં પડતા વાહન ચાલકો હેલ્મેટ વગર શહેરમાં ફર્યા:

શહેરના કોટ વિસ્તારમાં ટ્રાફીક પોલીસ નહીવત દેખાતા વાહન ચાલકોએ રાહતના દમ લીધો હતો અને બિન્દાસ હેલ્મેટ પહેરયા વગર ટુ વ્હીલર લઈને ફરતા નજરે પડયા હતા. એટલુ જ નહીં સ્થાનિક પોલીસ મથકના પોલીસ જવાનો દરરોજ સવાર અને સાંજના સમયે વાહન ચેકીંગ કરતા હતા તે આજે રસ્તા ઉપર નજરે પડયા નહોતા. જો કે, શહેરની મોટાભાગની પોલીસ વડાપ્રધાનના બદોબસ્ત માટે એરપોર્ટ ગઈ હોવાથી શહેરમાં નજરે પડી નહોતી.

ISI માર્કાની ડુપ્લીકેટ હેલ્મેટો ખાલી થઈ ગઈ:

ટ્રાફિક નિયમનમાં હેલ્મેટના નવા કાયદાનો આજથી અમલ શરૃ થયો છે ત્યારે બજારમાં વાહનચાલકો હેલ્મેટ ખરીદવા ઊમટી પડયા હતા. જેમાં ISI માર્કાની સાદી હેલ્મેટ ખાલી થઈ ગઈ છે. જ્યારે મોંઘી રૂ.1,500 થી 2,500 સુધી વેચાણ થઈ રહી છે. ડુપ્લિકેટ ISI માર્કાની હેલ્મેટ રૂ. 600 વાળી હેલ્મેટો ખાલી થઈ ગઈ હતી.જયારે ડુપ્લીકેટ રૂ.1,200ની હેલ્મેટ લોકો ખરીદવા માટે મજબૂર બન્યા હતા.જો કે,મોટાભાગના લોકો હેલ્મેટ ચોરાઈ જવાના ડરથી ડુપ્લિકેટ ISI માર્કાની ખરીદી કરતા હતા.

આ વીડિયો પણ જુઓ: દર્શન કરો સાળંગપુરના હનુમાન મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન