People gone mad seeing egg car turned round in Bharuch
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ઈંડાનુ વાહન પલટી મારી ગયું, સોનુ વેરાઈ ગયું હોય એમ લોકોએ લૂંટ મચાવી

VIDEO: ઈંડાનુ વાહન પલટી મારી ગયું, સોનુ વેરાઈ ગયું હોય એમ લોકોએ લૂંટ મચાવી

 | 4:44 pm IST

ગણી વખત સમાચારમાં જોવા મળે છે કે, દારૂ લઇ જતા બુટલેગરોને અકસ્માત થતા તેઓ પોતાની ગાડી મૂકીને પલાયન થઇ જાય છે અને બાદમાં લોકો તે ગાડીમાંથી દારૂની બોટલોની ખુલ્લી લૂટ ચલાવે છે પરંત ભરૂચમાં ઈંડા લૂંટવા માટે લોકોની પડાપડી થઇ ગઇ.

ભરૂચના નબીપુર નજીક ઈંડા ભરેલી પિકઅપવાન પલટી ગઇ હતી. પીક અપ વાન પલટવાની જાણકારી આસપાસના લોકોને મળતા લોકોએ ઈંડાની ખુલ્લી લૂંટ ચલાવી હતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇ લોકોમાં રમૂજ પણ ફેલાઇ છે. જોકે પિકઅપ વાન પલટી ગયા બાદ ડ્રાઇવરનું શું થયુ તે વિશે જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન