People have taken Benefit Pension will be Available for only Rs 42 Rupees
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કરો માત્ર 42 જ રૂપિયાનું રોકાણ અને મેળવો આજીવન પેંશન મફત, જાણો સરકારી સ્કીમ વિશે

કરો માત્ર 42 જ રૂપિયાનું રોકાણ અને મેળવો આજીવન પેંશન મફત, જાણો સરકારી સ્કીમ વિશે

 | 2:06 pm IST
  • Share

કેન્દ્રની મોદી સરકાર (Modi Government) વૃદ્ધો માટે અતિ ઉપયોગી સ્કીમ લાવી છે. જેમાં દર મહિને માત્ર 42 રૂપિયાનું નજીવું રોકાણ કરવાના બદલામાં આજીવન પેંશન (Pension) આપવાની સુવિધા છે. ગરીબ અને શ્રમિક વર્ગના લોકો આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. વૃદ્ધાવસ્થા દરમિયાન કોઈ મુશ્કેલી ના પડે તે માટે કરોડો લોકો આ સ્કીમને પસંદ કરી રહ્યા છે. યોજના હેઠળ 2.45 કરોડ સબ્સક્રાઇબર્સ તેની સાથે જોડાઈ ચૂક્યા છે.

કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)માં આ સુવર્ણ તક આપવામાં આવી રહી છે. આ યોજનામાં ટૂંક સમયમાં અઢી કરોડથી વધુ સબ્સક્રાઇબર્સ થશે. આ સ્કીમ હેઠળ સરકાર અસંગઠિત ક્ષેત્રના લોકો માટે દર મહીને પેન્શનની વ્યવસ્થા કરે છે.

આ સ્કીમમાં માત્ર 42 રૂપિયા પ્રતિ માસમાં આજીવન પેન્શનનો લાભ લઈ શકાશે. તેના માટે 18 વર્ષમાં આ સ્કીમમાં જોડાવું પડશે. ત્યારબાદ પ્રતિ માસ 42 રૂપિયાની ચૂકવણી કરી 60 વર્ષના ઉંમરના પડાવને પાર કર્યા બાદ તમને એક હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે. જો તમે દર મહિને 210 રૂપિયા જમા કરાવશો તો 5 હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે. સબ્સક્રાઇબર્સની દ્રષ્ટિએ આ વર્ષે ઓક્ટોબરના અંતમાં 34.51 ટકા વૃદ્ધિ થઈ છે.

ટૂંક સમયમાં બચત ખાતાધારક ઇન્ટરનેટ બેન્કિંગ વગર પણ અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલાવી શકશે. પેન્શન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA), APY-POPsને હાલના બચત ખાતાધારકોને ઓનલાઇન APY ખાતું ખોલાવવા માટે એક વૈકલ્પિક માધ્યમ રજૂ કરવાની મંજૂરી આપી રહી છે. નવા માધ્યમ હેઠળ વ્યક્તિ ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઇલ એપનો ઉપયોગ કર્યા વગર APY એકાઉન્ટ ખોલાવી શકશે.

નોંધનીય છે કે, અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થામાં આવક સુરક્ષા પુરી પાડવાનો છે. તેમાં 60 વર્ષની ઉંમર બાદ ન્યૂનતમ પેન્શનની ગેરંટી આપવામાં આવે છે. આ યોજના દેશના કોઈ પણ નાગરિક 18થી 40 વર્ષની ઉંમરમાં લઈ શકે છે. યોજનાની ખાસિયત એ છે કે, તેમાં રોકાણકારનું નિધન થતાં પેન્શન તેના પતિ/પત્નીને આપવામાં આવે છે. આ ઉપરાંત બંનેના નિધન બાદ પેન્શન કોષમાં જમા રકમ નોમિનેટેડ વ્યક્તિને આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન