અમદાવાદમાં માનવતા મહેંકી, લાચાર પિતાના મદદે આવ્યા લોકો - Sandesh
  • Home
  • Videos
  • અમદાવાદમાં માનવતા મહેંકી, લાચાર પિતાના મદદે આવ્યા લોકો

અમદાવાદમાં માનવતા મહેંકી, લાચાર પિતાના મદદે આવ્યા લોકો

 | 12:22 pm IST

ભારતભરમાંથી છેલ્લા કેટલાક સમયથી માનવતાને શર્મસાર કરતા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં માનવતા જાગી હોય તેવો કિસ્સો સાંભળીને તમારા આંખમાં પણ આસું આવી જશે. અમરેલીથી એક પિતા પોતાના બાળકની સારવાર કરાવવા અમદાવાદ આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ અચાનક બાળકનું રસ્તામાં મોત નિપજ્યું હતું, જેમાં અમદાવાદના સ્થાનિક રહેવાસીઓ પિતાને વ્હારે આવ્યા હતા.

અમરેલીના 8 વર્ષનો ગૌતમ નામનો બાળક ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યો હતો. અમદાવાદની મહેતા હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેના પિતા બાળકને લઈને સારવાર માટે આવ્યા હતા. ત્યારે અમરેલી પાછા ફરતા સમયે બાળકનું બાપુનગર પાસે મોત નિપજ્યું હતુ. સિવિલ અને અન્ય હોસ્પિટલમાં સંપર્ક કરતા ક્યાંય એમ્બ્યુલન્સ ફ્રી ન હતી. તેથી સ્થાનિક લોકો શખ્સની મદદે આવ્યા હતા. એક ખાનગી ટ્રાવેલ્સના માલિકે અને અન્ય રહીશોએ રૂપિયા એકઠા કર્યા હતા અને બાળકના મૃતદેહ સાથે પિતાને વતન મોકલી આપ્યા હતા. એક પિતા માટે આ ક્ષણ બહુ જ કપરી હતી, પરંતુ આ કિસ્સા બાદ કહી શકાય કે લોકોમાં માનવતા હજી પણ જીવંત છે.