People in Delhi teaching me lessons on democracy : Modi dig at Rahul Gandhi
  • Home
  • Election
  • DDC ચૂંટણીનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કોંગ્રેસને બરાબરનું સંભળાવ્યું

DDC ચૂંટણીનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કોંગ્રેસને બરાબરનું સંભળાવ્યું

 | 2:27 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ને મોટી ભેટ આપતા આયુષ્માન ભારત (Ayushman Bharat) ‘પીએમ-જય સેહત’ યોજના લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યોજનાના બે લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી. તેની સાથે જ પીએમ મોદીએ ડીડીસી ચૂંટણી (DDC Election)નો ઉલ્લેખ કરતા કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કેટલાક લોકો દિલ્હીમાં નિંદા કરે રાખે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહી માટે મત આપ્યો.

ડીડીસી ચૂંટણી પર પીએમ મોદીએ કહ્યું હતું કે હું લોકશાહીને મજબૂત કરવા માટે જમ્મુ-કાશ્મીરના લોકોને પણ અભિનંદન આપું છું. ડીડીસીની ચૂંટણીએ એક નવો અધ્યાય લખ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાના ચહેરા પર મને વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે એક આશા દેખાઇ, ઉમંગ દેખાયો. જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાની આંખોમાં મેં અતીતને પાછળ છોડતા શ્રેષ્ઠ ભવિષ્યનો વિશ્વાસ જોયો.

‘કેટલાક લોકો મોદીને લોકતંત્રના પાઠ શીખવે છે’

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો આજ-કાલ દિલ્હીમાં મોદીની નિંદા કરતાં રહે છે, તેઓ મોદીને લોકતંત્રનો પાઠ ભણાવવામાં રોકાયેલા છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ આ ચૂંટણીઓમાં લોકશાહીના મૂળોને મજબૂત બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના વહીવટ અને સુરક્ષા દળોએ જે રીતે ચૂંટણી યોજી હતી અને આ ચૂંટણીઓ તમામ પક્ષો વતી ખૂબ જ પારદર્શી રહી.

‘પુડ્ડુચેરીમાં કેટલા વર્ષોથી પંચાયતની ચૂંટણીઓ યોજાઇ નથી’

કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં પીએમ મોદીએ કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોની કથની અને કરનીમાં મોટો તફાવત છે. તેઓ લોકશાહી પ્રત્યે કેટલા ગંભીર છે તેનાથી જ સ્પષ્ટ થાય છે. કેટલાં વર્ષો થયા, પુડુચેરીમાં પંચાયતની ચૂંટણીઓ થવા દેવામાં આવતી નથી.

સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં સરકાર ટાળી રહી છે

પીએમ મોદીએ કહ્યું કે તમને આશ્ચર્ય થશે કે સુપ્રીમ કોર્ટે આ આદેશ 2018 માં આપ્યો હતો. પરંતુ ત્યાં જે સરકાર છે તે સતત આ બાબતને ટાળી રહી છે. પુડુચેરીમાં દાયકાઓની રાહ જોયા બાદ 2006માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીઓમાં ચૂંટાયેલા લોકોનો કાર્યકાળ વર્ષ 2011 માં જ સમાપ્ત થઇ ચૂકયો છે.

પીએમ મોદીએ ‘આયુષ્માન ભારત’ પર શું કહ્યું?

આયુષ્માન ભારતનું લોકાર્પણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાનો બીજો ફાયદો એ થશે કે જેનો વારંવાર ઉલ્લેખ કરવો જરૂર છે. તમારી સારવાર ફક્ત જમ્મુ-કાશ્મીરની સરકારી અને ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત રહેશે નહીં. પરંતુ દેશમાં હજારો હોસ્પિટલો આ યોજના હેઠળ જોડાયેલ છે ત્યાં પણ તમને આ સુવિધા મળશે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં દોઢ કરોડથી વધુ ગરીબોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ લીધો છે. આનાથી મુશ્કેલ સમયમાં જમ્મુ-કાશ્મીરના લોકોને ઘણી રાહત મળી છે. અહીં લગભગ 1 લાખ ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી છે.

પીએમ મોદીએ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી

પીએમ મોદીએ યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી. જમ્મુના રમેશ લાલ એ કહ્યું કે મારા પરિવારના તમામ 5 સભ્યોનું આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ છે. આ યોજના માટે અમે બધા પીએમ મોદીના આભારી છીએ. જો મારી પાસે આ કાર્ડ ના હોત તો કેન્સરની સારવાર કરાવવી ખૂબ જ મુશ્કેલ હોત. રમેશ કેન્સરના દર્દી છે. પીએમ મોદીએ કહ્યું આયુષ્માન ભારતે તમારું જીવન આયુષ્માન બનાવી દીધું છે. હું તમને અપીલ કરું છું કે આ યોજના અને તેના ફાયદાઓ વિશે અન્ય લોકોને પણ તમે કહો.

આ વીડિયો પણ જુઓ : PM મોદીની જમ્મુ કાશ્મીરના લોકોને વીમા યોજનાની ભેટ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો