People in Houston of America are suffering major crisis just before PM Modi's program
  • Home
  • Featured
  • જે હ્યુસટનમાં PM મોદીનો કાર્યક્રમ થવાનો છે તે ભોગવી રહ્યું છે મોટું સંકટ

જે હ્યુસટનમાં PM મોદીનો કાર્યક્રમ થવાનો છે તે ભોગવી રહ્યું છે મોટું સંકટ

 | 6:45 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર રાત્રે અમેરીકા માટે ઉડાન ભરશે. આ અમેરીકા યાત્રા દરમિયાન હ્યુસ્ટનમાં તેમના માટે એક બહુ મોટું આયોજન થવાનું છે. આ આયોજનને ‘હાઉડી મોદી’ નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદી ત્યાં વસતા ભારતીય મુળના લોકો સાથે વાત કરશે. પરંતુ જે હ્યુસ્ટનમાં પીએમ મોદીનો કાર્યક્રમ થવાનો છે. ત્યાના લોકો પહેલેથી એક સંકટનો સામનો કરી રહ્યા છે. હ્યુસ્ટન શહેરમાં પુર આવેલું છે અને રોડ – રસ્તા પર એટલું પાણી ભરાયેલું છે કે, તેના પર પસાર થતી ગાડીઓને જોઈને લાગે કે જાણે નદી પર ચાલી રહી હોય.

ભારે વરસાદથી પરેશાન છે હ્યુસ્ટનવાસીઓ

એક તરફ પીએમ મોદીની આગેવાની અને બીજી તરફ મુશળધાર વરસાદ, વરસાદ અને પુર ને લીધે હ્યુસ્ટનમાં જગ્યાએ – જગ્યાએ પાણીનો ભરાવો થઈ ગયો છે. રસ્તાઓ નદીમાં બદલાઈ ગયા છે. સતત વરસાદની સાથે – સાથે અહિંયા તોફાને પણ દસ્તક આપી છે. આના લીધે હ્યુસ્ટનના પગલા ડગી ગયા છે. આના લીધે જ ગર્વનરને ટેક્સાસના ઘણા વિસ્તારમાં આપાતકાળ જાહેર કરવો પડ્યો છે. ઘણા વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિ છે અને લોકોને ઘરમાં જ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વિજળી ન હોવાને લીધે લોકોને બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હ્યુસ્ટનના રસ્તાઓ પર કેટલું પાણી ભરાયેલું છે તે તમે સમાચાર એંજસી એસોસિએટેડ પ્રેસના આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન