ગુજરાતનાં આ જિલ્લામાં લોકો કોરોના ટેસ્ટ માટે આગળ ન આવતા તંત્ર અવઢવમાં મૂકાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતનાં આ જિલ્લામાં લોકો કોરોના ટેસ્ટ માટે આગળ ન આવતા તંત્ર અવઢવમાં મૂકાયું

ગુજરાતનાં આ જિલ્લામાં લોકો કોરોના ટેસ્ટ માટે આગળ ન આવતા તંત્ર અવઢવમાં મૂકાયું

 | 6:32 pm IST
  • Share

મહેસાણા જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ કેસથી જિલ્લાવાસીઓની ચિંતા વધી ગઇ છે. એમાં પણ દિવાળી અને અન્ય તહેવારોથી કેસમાં સતત વધારાથી તંત્ર હરકતમાં આવી હાલ ટેસ્ટિંગમાં વધારો કર્યો છે.

દિવાળીના તહેવારો અને માસ્ક વિના બિન્દાસ્ત ફરતા લોકોના કારણે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધ્યું હોવાનું માનતા આરોગ્ય વિભાગે સંક્રમણ અટકાવવા ટેસ્ટિંગ હવે વધાર્યું છે. મહેસાણા શહેરમાં કોરોના ટેસ્ટ માટે વધુ 5 સેન્ટરો ઉભાં કરાયાં છે. રોજના 500 થી 700 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મહેસાણાના રાધનપુર રોડ સ્થિત દ્વારકાપુરી ફ્લેટની બાજુમાં પાટીદાર સોસાયટીની સામે ઉભા કરાયેલા સેન્ટરના તબીબ સહીતની ટીમ હાલમાં કાર્યરત છે, જેમાં માનવઆશ્રમ., રાધનપુર રોડ, મોઢેરા રોડ, આશ્રય હોટલ પાસે હીરાનગર ચોકનો સમાવેશ થાય છે.

આજે ઠંડીના જોર સાથે કોરોનાનું સક્ર્મણ મહેસાણામાં વધી રહ્યું છે. મહેસાણામાં રોજ 30 કેસ જિલ્લા સરેરાશ બહાર આવે છે. સરકારી ચોપડા સિવાય સક્ર્મણ હાલમાં વધુ ન ફેલાય તે માટે આરોગ્ય ટીમ સહીત નગરપાલિકા ટેસ્ટની ઝુંબેશ ચલાવી રહી છે. જેમાં માનવઆશ્રમ, રાધનપુર રોડ, મોઢેરા રોડ, આશ્રય હોટલ પાસે હીરાનગર ચોક નો સમાવેશ થાય છે. જ્યારે ધન્વંતરિ રથ પણ હાલમાં ટેસ્ટ વધુ ને વધુ કરી રહ્યા છે.

મહેસાણા શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ મોઢેરા રોડ પર આવ્યા છે. જ્યારે આ વિસ્તારમાં લોકો ટેસ્ટ કરવા માટે આગળ આવી રહ્યા નથી. આરોગ્ય વિભાગ હાલમાં સરકારી આંકડા સિવાય કઇ પણ કહેવા તૈયાર નથી. હવે પોઝિટિવ દર્દીઓમાં પેટમાં દુ:ખાવાના દર્દીને ઝાડા, સ્વાદ કે સુગંધ ન આવવી જેવા જેવા કોરોના પૉઝિટિવ દર્દીઓમાં લક્ષણ સામે આવી રહ્યા છે. હાલમાં તો માનવઆશ્રમ, રાધનપુર રોડ, મોઢેરા રોડ, આશ્રય હોટલ પાસે હીરાનગર ચોકમાં ટેસ્ટ કરીને આરોગ્ય ખાતું શુક્ર મનાવી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : સુરત શહેરમાં આજથી રાત્રિ કર્ફ્યુ અમલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન