ઠાસરા: નવી નગરી પ્રાથમિક શાળામાં વાલીઓએ કરી તાળાબંધી, કારણ છે કંઇક આવું - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઠાસરા: નવી નગરી પ્રાથમિક શાળામાં વાલીઓએ કરી તાળાબંધી, કારણ છે કંઇક આવું

ઠાસરા: નવી નગરી પ્રાથમિક શાળામાં વાલીઓએ કરી તાળાબંધી, કારણ છે કંઇક આવું

 | 7:14 pm IST

ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે નવી નગરી પ્રાથમિક શાળામાં આજે એક શિક્ષકની કરાયેલી બદલીનો પ્રશ્ન પેચીદો બન્યો હતો. છેલ્લા પંદર વર્ષથી ફરજ બજાવતાં આ શિક્ષકની બદલીનો હુકમ થતાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ આજે શાળા શરુ થતાં પહેલાં જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને શાળા સંકુલમાંથી બહાર કાઢી તાળાબંધી કરી દીધી હતી, અને જ્યાં સુધી બદલી કરાયેલા આ શિક્ષકને પુનઃ આ જ શાળામાં નિયુક્તિ નહીં મળે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી વાલીઓએ ઉચ્ચારી છે.

ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે નવી નગરી પ્રાથમિક શાળા આવેલી છે. જ્યાં છેલ્લા પંદર વર્ષથી સલીમમીયાં રસુલમીયાં મલેક શિક્ષક તરીકે ફરજ બજાવે છે, અને એક સંનિષ્ઠ શિક્ષક તરીકે ગ્રામજનોમાં ચાહના મેળવેલી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ આ શિક્ષક પ્રિય હોઈ ગ્રામજનોનો આગ્રહ શિક્ષક શાળા માટે શાળામાં ભણતા બાળકો માટે યોગ્ય છે ત્યારે તેમની વિના કારણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરેલી બદલી યોગ્ય નથી. તે શિક્ષકને પુનઃ યથાવત નવી નગરી પ્રાથમિક શાળામાં જ નિયુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે આજે શાળામાં ભણતા બાળકો સહિતના વાલીઓ, ગ્રામજનોએ એકઠાં મળી શાળાને તાળાબંધી કરી દીધી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે આ શિક્ષક દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી દાખવવામાં આવી નથી. છતાં પણ તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓના મનસ્વી નિર્ણયને કારણે આ શિક્ષકની બદલી કરી દેવાઈ છે. હવે જ્યારે પરીક્ષાઓ નજીકમાં છે તે જ સમયે આ શિક્ષકની બદલી કરી તંત્ર અયોગ્ય નિર્ણય લઈ રહ્યું છે તેવી લાગણી ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે. જેથી શિક્ષકને તાકીદે શાળામાં પુનઃ નિયુક્ત કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.

શિક્ષકની બદલી નહીં રોકાય તો શિક્ષણ કાર્યનો અનિશ્ચિત મુદ્દત સુધી બહિષ્કારની ચીમકી
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે નવી નગરી પ્રાથમિક શાળામાં વિના કારણે શિક્ષકની બદલીનો હુકમ કરવા માટે ગ્રામજનોમાં વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. તેના પગલે આજે શાળામાં તાળાબંધી ફરમાવી દીધી હતી. વાલીઓએ એકઠા થઈ જાતે જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને શાળા બહાર રાખીને શાળાના મુખ્ય દરવાજાને તાળુ મારી દીધું હતું. સૌ ગ્રામજનોએ એકઠાં થઈ જ્યાં સુધી બદલી કરાયેલા શિક્ષકને પુનઃ નિયુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી શિક્ષણકાર્ય શરુ કરવા નહીં દેવાય અને શિક્ષણકાર્યનો બહિષ્કાર કરાશે એવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી.