People make fun of my body and troll me’,himanshi khurana has become a victim of body shaming
  • Home
  • Featured
  • ‘લોકો મારા શરીરની મજાક ઉડાવે છે અને મને ટ્રોલ કરે છે’, આ અભિનેત્રી થઇ ગઇ છે બોડી શેમિંગનો શિકાર

‘લોકો મારા શરીરની મજાક ઉડાવે છે અને મને ટ્રોલ કરે છે’, આ અભિનેત્રી થઇ ગઇ છે બોડી શેમિંગનો શિકાર

 | 11:23 am IST

ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 13’ ની હરીફ હિમાંશી ખુરાના ચર્ચામાં છે. લોકોને તેનું નવું ગીત ‘બજાર’ ખૂબ પસંદ આવી રહ્યું છે. અભિનય અને સંગીતનો વિડિયો એકદમ રસપ્રદ છે. તાજેતરમાં હિમાંશીએ અસીમ રિયાઝ સાથે રિલેશનશિપ , નવા ગીતો રિલીઝ થયા અને પર્સનલ લાઇફને લગતા કેટલાક અપડેટ્સ આપ્યા હતા. જ્યારે હિમાંશીએ કહ્યું કે જ્યારે તે થોડી જાડી હતી ત્યારે લોકો તેની મજાક ઉડાવતા હતા. સોશિયલ મીડિયા પર ટ્રોલ્સથી માંડીને બોડી શેમિંગનો શિકાર બની છે.

હિમાંશી કહે છે કે હું સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થવું છું.. બિગ બોસ પહેલા પણ થતી હતી અને અત્યારે પણ થવું છું.. લોકોએ મારા શરીરની મજાક ઉડાવી છે. મને પી.સી.ઓ.એસ. છે. જેના વિશે તમને ખબર નથી, તે લોકો ઇન્ટરનેટ પર જાઓ અને વાંચે. ઘણી છોકરીઓ તેનાથી પરેશના છે. પીસીઓએસ દરમિયાન તમારું વજન વધતું -ઘટતું રહે છે. ઘણી વખત વધારે પ્રમાણમાં ઘટી જાય છે તો ઘણી વખત ઓછું થઇ જાય છે. બીપી એટલું ઓછું થઇ જાય છે કે મારે ત્રણ કલાક ઓક્સીજન લેવું પડે છે. મારી મેનેજર પરેશાન થઇ જાય છે જ્યારે હું રિસ્પોન્સ નથી કરતી. મારી આખી ટીમ મારું ધ્યાન રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન