Indian People Of 4 States Suffering From Hypertension
  • Home
  • Featured
  • ભારતનાં લાખો લોકોનાં જીવ જોખમમાં, આ 4 રાજ્યોમાં સૌથી વધારે ખતરો

ભારતનાં લાખો લોકોનાં જીવ જોખમમાં, આ 4 રાજ્યોમાં સૌથી વધારે ખતરો

 | 6:06 pm IST

શુક્રવારનાં આઇઆઇટી દિલ્લીમાં સેન્ટર ઑફ એક્સિલન્સ ફોર રિસર્ચ એન્ડ ક્લિન પર એક કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. આમાં એક સ્ટડી વિશે જણાવવામાં આવ્યું કે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારનાં કુલ 6800 ગામનાં 1 લાખ 88 હજાર લોકો પર કરવામાં આવી છે. આ તમામ 4 રાજ્યોનાં કુલ 150 જિલ્લાઓનાં ગામોમાં કરવામાં આવેલી સ્ટડીમાં ખુલાસો કરવામાં આવ્યો કે ઘઉંનો ભૂક્કો કરવા દરમિયાન તેમાંથી જે રજકણો ઉડે છે તેના સંપર્કમાં આવવાથી 40થી 50 વર્ષની વચ્ચેનાં લોકોમાં હાઇપરટેન્શનની બીમારી વધી રહી છે.

4 રાજ્યનાં લોકોમાં સૌથી વધારે ખતરો

આ સ્ટડી એમ્સનાં ડૉક્ટરો, આઇઆઇટી દિલ્લીનાં પ્રોફેસરે કરી છે. શુક્રવારનાં કૉન્ફરન્સમાં આ સ્ટડીને ઇન્ડિયન સ્ટેટિકલ ઇન્સ્ટીટ્યૂટથી પીએચડી કરી રહેલી અને બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાની એસોસિએટ ફેલો પ્રાચી સિંહે રજૂ કર્યો. તેણે જણાવ્યું કે એમ્સનાં ડૉક્ટર અબ્બુજ રૉય, સફદરજંગ હૉસ્પિટલનાં ડૉક્ટર ભસિન, આઇઆઇટી દિલ્લીનાં સીઈઆરસીએનાં કૉર્ડિનેટર પ્રોફેસર સગનિક ડેએ આ સ્ટડી તૈયાર કરી છે. તેમણે જણાવ્યું કે ઘઉંનાં ભૂક્કાને સળગાવવાથી જે ધુમાડો નીકળે છે, તે અત્યારે 4 રાજ્યોનાં લોકોમાં હાઇપરટેન્શનની બીમારીને વધારી રહ્યું છે.

6800 ગામનાં 10 ટકા લોકો પર આ બીમારી ફેલાઇ રહી છે

આ 4 રાજ્યોનાં 6800 ગામનાં 10 ટકા લોકો પર આ બીમારી ફેલાઇ રહી છે. આને જલદી નિયંત્રણમાં લાવવામાં આવે તે જરૂરી છે, નહીં તો આ બીમારી અન્ય લોકોમાં ફેલાઇ તેવો ભય છે. પ્રાચી સિંહે જણાવ્યું કે 2015થી 2016 દરમિયાન જાન્યૂઆરીથી ઑગષ્ટની વચ્ચે 30 દિવસનાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ)માંથી ડેટા લઇને આ સ્ટડી કરવામાં આવી છે. એનએફએચએસનાં લોકો સાથે સ્વાસ્થ્યનો ડેટા લેવામાં આવ્યો અને પ્રોફેસર સગનિક ડેએ વર્ષ 2015 અને 2016નાં પ્રદૂષણનાં ડેટા પણ આમાં જોડ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લી એનસીઆરની 31 ટકા વસ્તી હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરનો શિકાર છે. આમાં 31થી 50 વર્ષની ઉંમરવાળા 56 ટકા લોકો સામેલ છે. વધારે તણાવ અને ઊંઘ ઓછી હોવાના કારણે તેમના જીવન માંથી શાંતિ જતી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે ખુદ દેશવાસીઓને ખબર નથી કે તેઓ હાઇપરટેન્શનનો શિકાર થઇ રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: શાંઘાઈ સહયોગ સંગઠન અંતર્ગત રશિયામાં સંયુક્ત યુદ્ધાભ્યાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન