People of South Korea put money in washing machine and oven due to Coronavirus
  • Home
  • Corona
  • દક્ષિણ કોરિયામાં કોરોના મહામારીનો એટલો ખૌફ કે લોકોએ ઓવનમાં સળગાવી દીધા કરોડો ડોલર

દક્ષિણ કોરિયામાં કોરોના મહામારીનો એટલો ખૌફ કે લોકોએ ઓવનમાં સળગાવી દીધા કરોડો ડોલર

 | 3:48 pm IST

કોરોના વાયરસ સંકટ સામે હાલ આખું વિશ્વ લડી રહ્યું છે. ત્યારે દક્ષિણ કોરિયામાં લોકોમાં મહામારીનો એવો ખૌફ ફેલાયો છે કે તેમણે 2.25 ટ્રિલિયન ડોલર મૂડીની નોટ અને સિક્કાઓને નષ્ટ કરી દીધા છે. દક્ષિણ કોરિયાના લોકોએ કોરોના વાયરસથી બચવા માટે ત્યાંની ચલણી નોટોને વોશિંગ મશીનમાં નાંખી દીધી. એવી મીડિયા રિપોર્ટથી માહિતી મળી છે.

ચલણી નોટોને ઓવનમાં નાંખી:

રિપોર્ટ મુજબ કેટલાય લોકો તો એવા હતા જેમણે નોટોનું બંડલ ઓવન(Oven)માં નાંખી દીધું. જેના કારણે મોટાભાગે નોટ સળગી ગયા. ત્યારે હવે દક્ષિણ કોરિયાની રિઝર્વ બેંક આ ટ્રિલિયન ડોલરના નુકસાનથી ઝઝૂમી રહી છે. રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયાની રિઝર્વ બેંક કહેવાતી બેંક ઓફ કોરિયાએ શુક્રવારે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં વર્ષ 2019ની અપેક્ષા લોકોએ 3 ગણી વધુ બળેલી નોટો બદલાવી છે. બેંકે કહ્યું કે આ વધાર પાછળ સૌથી મોટું કારણ કોરોના વાયરલનો ખૌફ છે.

વર્ષ 2019ની અપેક્ષા લોકોએ 3 ગણી વધુ બળેલી નોટો બદલાવી:

રિપોર્ટ પ્રમાણે બેંકે કહ્યું કે જાન્યુઆરીથી જૂન વચ્ચે 1.32 ટ્રિલિયન વોન( લગભગ 1.1 અબજ ડોલર)ની સળગેલી નોટો બેંકને પરત કરવામાં આવી હતી. જ્યારે ગત વર્ષે માત્ર 40 લાખ ડોલરની સળગેલી નોટ પરત કરવામાં આવી હતી. આ સાથે બેંકે જણાવ્યું કે આ વર્ષે ઓવનમાં નોટો સળગાવવાની ઘટનાઓ વધુ સામે આવી છે. બેંકે નિવેદનમાં સંકેત આપ્યા કે લોકોએ કોરોના વાયરસના ખૌફના કારણે ઓવનની અંદર નોટોને સળગાવી દીધી.

રિપોર્ટ મુજબ વર્ષ 2020ના પહેલા છ માસિકગાળામાં કુલ 2.69 ટ્રિલિયન વોન એટલે કે 2.25 ટ્રિલિયન ડોલર મૂડીની ફાટેલી અને સળગેલી નોટ અને સિક્કાઓ મળી આવ્યા. આ નોટો અને સિક્કાઓને ગરમ કરવા માટે માઇક્રોવેવ્સ અથવા ઓવન સિવાય વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. લોકો કોરોના વાયરસના ડરથી નોટોને ઓવનમાં નાંખે છે. તેઓને લાગે છે કે એવું કરવાથી નોટો અથવા સિક્કાઓ પર ચોટેલા કોરોના વાયરસના કિટાણું મરી જશે. રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયામાં કોવિડ-19ના 14 હજારથી વધુ મામલા સામે આવ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્રનગરમાં ખાદી ઉદ્યોગના કારીગરો બન્યા બેરોજગાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન