People of The World fall ill to get Treatment From the Hottest and Beautifull Doctor
  • Home
  • World
  • આ સુંદર મહિલા ડૉક્ટર પાસે જવા લોકો બનાવે છે બિમારીના બહાના, ફોટા શ્વાસ થંભાવી દેશે

આ સુંદર મહિલા ડૉક્ટર પાસે જવા લોકો બનાવે છે બિમારીના બહાના, ફોટા શ્વાસ થંભાવી દેશે

 | 4:47 pm IST

સામાન્ય રીતે ડોક્ટર (Doctor) પાસે જવાની વાત સાંભળતા જ લોકો મોઢું બગાડતા હોય છે. ડોક્ટરને યાદ કરતા જ લાંબુ લચક બિલ, ઈન્જેક્શન (Injection) અને દવાના પડીકા નજર સામે તરી આવે છે. માટે લોકો ડોક્ટરો પાસે જવાથી દૂર ભાગતા હોય છે. પરંતુ એમ ડૉક્ટર એવી પણ છે જેની પાસે લોકો બિમારીના બહાને પણ જવાનું નથી ચુકતા.

આ ડોક્ટર છે અમેરિકાની (America) છે. આ સુંદર અને હોટ ડોક્ટરના દુનિયાભરમાં દિવાના વધી રહ્યા છે. આ મહિલા ડોક્ટરના ચાહકો લાખો માઈલ દૂરથી તેની પાસે સારવાર કરાવવા માટે આવે છે.

અમેરિકાના ફ્લોરિડામાં રહેનારી સુંદર ડોક્ટરનું નામ છે જેસેનિયા. જેસેનિયા પોતાની તબીબી આવડત કરતા પણ વધુ તેની સેક્સી અને આકર્ષક ફિગર માટે જાણીતી છે. જેસેનિયા પાસે સારવાર કરાવવા માટે લાખો લોકો હંમેશા તૈયાર રહે છે. કારણ કે, જેસેનિયા ડોક્ટર તો છે, પણ તે દુનિયાની સૌથી હોટ હસીન અને સેક્સી ડોક્ટર પણ છે. આ જ તેની ઓળખ છે.

32 વર્ષીય ડોક્ટર જેસેનિયા દુનિયાની સૌથી સુદર અને હોટ ડોક્ટર હોવાનું દુનિયાભરમાં કહેવાય છે. આજથી થોડા વર્ષ પહેલા તો સાઈક્રિયાટ્રિક ક્લિનિકમાં કન્સલટન્ટ તરીકે પોતાની સેવા આપતી હતી. તે આત્મહત્યા કરવા જનારા લોકોની સારવાર કરીને તેમનો ઉપચાર કરતી હતી. અચાનક તેનુ મન બદલાયું અને તબીબી વ્યવસાયની સાથે તેણે મોડેલિંગનો વ્યવસાય પણ શરૂ કર્યો. જ્યાં પણ તે સફળ રહી અને દુનિયામાં જાણીતી બની ગઈ છે.

માત્ર પાર્ટટાઈમ જ છે ડોક્ટર

આંતરરાષ્ટ્રીય મેગેઝિનના કવરપેજ પર પણ આવ્યા બાદ જેસેનિયા હવે પોપ્યુલર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર તેના દ્વારા પોસ્ટ કરાતી દરેક તસવીર વાયરલ થઈ જાય છે. જેસેનિયા પાર્ટટાઈમ ડોક્ટર છે. કારણ કે તેની પાસે સમય ખુબ જ ઓછો રહે છે. દુનિયાની સૌથી હોટ ડોક્ટર જેસેનિયાની સાથે સમય વિતાવવા માટે લોકો જાણી જોઈને બીમાર પડે છે અને સારવાર કરાવવા તેની પાસે લાઈન લાગતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન