People of this blood group have the highest risk of coronary heart disease: a study
  • Home
  • India
  • આ બ્લડ ગ્રુપના લોકોને કોરોના ઈન્ફેક્શનનો સૌથી વધુ ખતરો: સ્ટડી

આ બ્લડ ગ્રુપના લોકોને કોરોના ઈન્ફેક્શનનો સૌથી વધુ ખતરો: સ્ટડી

 | 6:33 pm IST
  • Share

  • 2,586 કોરોના સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવ્યો અભ્યાસ
  • B+ પુરૂષ દર્દીઓને મહિલા દર્દીઓની તુલનામા કોરાનાનું જોખમ વધુ
  • દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો

કોરોના સંક્રમિત લોકોના બ્લડ સેમ્પલ પર એક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે. આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે બ્લડ ગ્રુપ A, B અને Rh+ ના લોકો કોવિડ-19 ચેપ માટે વધુ સંવેદનશીલ હોય છે. આ ઉપરાંત O, AB અને Rh-બ્લડ ગ્રુપના લોકો કોવિડ-19 ચેપ માટે ઓછા સંવેદનશીલ હોય છે.

આ અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે રક્ત જૂથો અને રોગની ગંભીરતાની સાથે સાથે મૃત્યુદર માટે સંવેદનશીલતાની વચ્ચે કોઈ સંબંધ નથી. આ અભ્યાસ “ફ્રન્ટીયર્સ ઇન સેલ્યુલર એન્ડ ઇન્ફેક્શન માઇક્રોબાયોલોજી” ની 21 નવેમ્બરની આવૃત્તિમાં પ્રકાશિત થયો છે. રાજધાની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન સંશોધન વિભાગ દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ અભ્યાસ 2,586 કોવિડ-19 સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવ્યો

ગંગારામ હોસ્પિટલના ડો. રશ્મિ રાણાએ જણાવ્યું કે, સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2નો એક નવો વાયરસ છે. બ્લડ ગ્રુપનું કોવિડ-19 જોખમ અથવા પ્રગતિ પર કોઈ અસર પડે છે કે નહીં, તેથી, આ અભ્યાસમાં અમે ABO અને Rh બ્લડ ગ્રુપની સાથે કોવિડ-19ની સંવેદનશીલતા, તેના નિદાન અને રિકવરીમાં લાગતો સમય અને મૃત્યુદરની તપાસ કરી. આ અભ્યાસ 2,586 કોવિડ-19 સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવ્યો હતો. જેઓને 8 એપ્રિલ, 2020 થી 4 ઓક્ટોબર, 2020 સુધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ડૉ. વિવેક રંજને કહ્યું કે B+ પુરૂષ દર્દીઓને મહિલા દર્દીઓની તુલનામા કોવિડ-19નું જોખમ વધુ છે. ગ્રુપ બી અને બ્લડ ગ્રુપ એબી 60 વર્ષની વયના દર્દીઓમાં ચેપ માટે વધુ સંવેદનશીલ હોવાનું જણાયું હતું. ડૉ. વિવેકે કહ્યું, અમારા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડ ગ્રુપ A અને Rh+ ના દર્દીઓમાં રિકવરી પીરિયડમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે O અને Rh- બ્લડ ગ્રુપમાં રિકવરી પિરિયડ વધ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો