People-physicians welcome state-wide corona test exemption without prior approval
  • Home
  • Ahmedabad
  • હેલ્થ કમિશનરે નવો પરિપત્ર પ્રસિદ્ધ કરતા રાજ્યભરમાં અમલ શરૂ, રિપોર્ટ આવે ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવામાં મુક્તિ

હેલ્થ કમિશનરે નવો પરિપત્ર પ્રસિદ્ધ કરતા રાજ્યભરમાં અમલ શરૂ, રિપોર્ટ આવે ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવામાં મુક્તિ

 | 8:02 am IST

સમગ્ર ગુજરાતમાં હવેથી કોરોનાનો ટેસ્ટ ખૂવું જ સરળતાથી થઈ શકશે. જેમાં દર્દીઓએ આવો ટેસ્ટ કરાવવા માટે કોઈ પણ પ્રકારની મંજૂર પણ લેવી પડશે નહી. MD કે તેથી ઊંચા દરજ્જાના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી લેવુંમાં કોરોનાના ટેસ્ટ થઈ શકશે. ICMRની ગાઈડલાઈન મુજવું ગુજરાતનાં હેલ્થ કમિશનરે પણ આ સંદર્ભમાં મંજૂરી આપતો એક પરિપત્ર જારી કર્યો છે.

આ નવી સૂચનાઓ માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. આ નિર્ણયને રાજ્યભરમાંથી લોકો અને તબીબી ક્ષેત્રમાંથી આવકાર મળ્યો છે. હાઈકોર્ટનાં આદેશ તેમજ સરકારની નવરચિત સમિતિએ પણ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે જરૂરી માર્ગદર્શિકા પાઠવાઈ હતી.

ત્યાર બાદ નિર્ણય લેવાયો છે કે ખાનગી MD- ફિઝિશિયનો પણ કોવિડ-૧૯ રોગનાં લક્ષણો ધરાવતા અને રોગની શંકા હોય તેવા દર્દીઓ,મેજર ઓપરેશનમાં પ્રિ ઓપરેટિવ તેમજ રેડીએશન થેરાપી લેતા હોય અને ડાયાલીસીસ કરાવતા દર્દીઓ તેમજ સગર્ભા અવસ્થામાં ડિલિવરી પહેલા EDD ના છેલ્લા પાંચ દિવસમાં અથવા ઈમરજન્સીમાં સિઝેરિયન કરવાનું થાય તે અગાઉ કોરોનાનો ટેસ્ટ જરૂરી જણાય તો આ ટેસ્ટ કરાવી શકાશે.

આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે હવેથી દર્દીઓ ખાનગી લેબોરેટરીમા કોરોના પોઝિટિવ અંગેનો ટેસ્ટ કરાવી શકશે આ માટે પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબો તેમજ લેબોરેટરીએ જે તે જીલ્લા-કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ઈ-મેઈલથી વિગતોની જાણ કરવાની રહેશે. ઉપરાંત દર્દીનાં જીવનું જોખમ હોય ત્યારે સરકારી કે ખાનગી તમામ હોસ્પિટલોએ દર્દીની સારવાર કોવિડ ૧૯નાં પરીક્ષણની રાહ જોયા વગર તુરંત આપવાની રહેશે.

અમે હાઈકોર્ટ અને સરકારના આભારી છીએઃ ડો.મોના દેસાઈ, AMA પ્રેસિડેન્ટ  

અમે સરકારનાં આ નિર્ણયને આવકારીએ છીએ એ પહેલા હાઈકોર્ટનો પણ આભાર માનીએ છીએ કેમકે આમજનતા અને કોરોના વોરિયર્સ માટે આદેશ આપ્યો હતો. હવે જલ્દીથી ટેસ્ટ થઈ શકેશે જેથી દર્દીઓના જીવ વુંચવાની તકો પણ વધી જશે. અગાઉ દર્દીઓ ડરના માર્યા દાખલ થતા નહોતા. એટલું જ નહીં પોઝિટિવ છે કે કેમ તેનો રીપોર્ટ આવતા પણ ૩થી૪ દિવસ લાગી જતા હતા. હવે સમયસરની સારવારથી દર્દીઓ જલ્દીથી સાજા થવાની શક્યતાઓ રહેશે.

MBBSને પણ ટેસ્ટના પ્રિસ્ક્રીપ્શનની છૂટ આપોઃ ડો. ચંદ્રેશ જરદોશ, IMA સુરત  

આ નિર્ણય દર્દીઓ માટે સારો છે. તાવ, શરદી કે ઉધરસનો દર્દી સૌથી પહેલા MBBSનો સંપર્ક કરતો હોય છે. માટે MBBS ડોક્ટરોને પણ કોરોના પોઝિટિવ ટેસ્ટ માટેના પ્રિસ્ક્રિપ્શન લખવાની છૂટ આપવી જોઈએ. સામાન્ય રોગના દર્દીઓ જલ્દીથી MD-MS જેવા મોટા ડોક્ટરો પાસે જતા નથી. આ જ રીતે વલસાડ, નવસારી, ભરૂચ જેવા નાના સેન્ટરોમાં પણ કોરોના ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવી જોઈએ.

સરકારે ટેસ્ટિંગની ક્ષમતા વધારવી જોઈએઃ ડો. ચેતન પટેલ  

આવી છૂટને કારણે રોગ ફેલાતો અટકાવી શકાશે. અગાઉ દાખલ થયા વગર ટેસ્ટ થતો નહોતો. જેથી દર્દીને વધુ ખર્ચ કરવો પડતો હતો. સરકારે પણ ટેસ્ટિંગની ક્ષમતા વધારવી જોઈએ. સમાજમાં ઘણા પોઝિટિવ લોકો ફરી રહ્યાં છે. તેઓ બીજા લોકોને પણ સંક્રમણ કરી રહ્યાં છે. જો ટેસ્ટ થાય તો રોગ ફેલાતો અટકી શકે. તેમજ મૃત્યુ દરમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.

નિર્ણય ભલે મોડો થયો પણ સારો,અમારો ટેકો છેઃ ડો.અતુલ પંડયા, રાજકોટ 

કેટલાય ડોક્ટરોની લાગણી અને માગણી હતી જ. જેથી નિર્ણય ભલે મોડો થયો પણ નિર્ણય સારો છે જેને અમારો ટેકો છે. અમારે કોઈપણ ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટની જરૂર પડતી હતી. જો ટેસ્ટ ન કરાવીએ તો ઘણા દર્દીઓના જીવનું જોખમ થતું હતું. હવે આ સમસ્યા દૂર થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન