jetpur people Returning from Amarnath yatra
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરનાથ યાત્રાથી પરત ફરેલ લોકોએ જણાવ્યો રહસ્યમય અનુભવ

અમરનાથ યાત્રાથી પરત ફરેલ લોકોએ જણાવ્યો રહસ્યમય અનુભવ

 | 9:52 pm IST

જેતપુરના 21 શ્રધ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પ્રથમ રાઉન્ડમાં દર્શન કરવા નીકળેલ પરંતુ ભારે વરસાદને કારણે યાત્રા થંભાવી દેવામાં આવતા સૈનિકોની મદદથી યાત્રા શરૂ કરાતા અલૈાકીક દર્શન કરી વતન પરત ફર્યા હતા. જેતપુરના ભીખુભાઇ રાબડીયા, ચુનીભાઇ અગ્રાવત, પ્રવિણભાઇ ગોંડલીયા, વિઠ્ઠલભાઇ પટોળીયા સહિતના પોતાના પરિવાર સાથે તા.26/6ના રોજ બાબા અમરનાથ યાત્રાએ જવા રવાના થયા ત્યારે રૂટ મુજબ પહેલગાંવ પહોંચતાની સાથે જ ત્રણ દિવસ ધોધમાર વરસાદ શરૂ થતાં સૈનિકો તથા પોલીસની મદદથી ટેન્ટમાં જ પહેરો રાખી શ્રધ્ધાળુઓની સુરક્ષા જાળવી હતી.

ભારે વરસાદને કારણે ઘણા શ્રધ્ધાળુઓ પરત જતા રહ્યા ત્યારે જેતપુરની ટીમ દર્શન કર્યા વગર તો જવું નથી, તેવી શ્રધ્ધા જાળવી રાખતા, ફરી 10 હજારથી વધુ લોકોની યાત્રા શરૂ થતાં પહેલગાંવ, ચંદનવાડી, પીશુટોપ, શેશનાગ, પંચતર્ણી, અમરનાથ ગુફા તથા બાલતાલ 50 કિ.મી સુધીના રૂટમાં ઠેર-ઠેર ભંડારો શરૂ હોય તેમાં જમવાની સુંદર વ્યવસ્થા સેવાકીય સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

ભીખુભાઇ રાબડીયાએ જણાવેલ કે, જો ભારતીય જવાનોનો સહકાર ન હોય તો બાબા અમરનાથની યાત્રા શક્ય જ નથી. તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં ભંડારાની વ્યવસ્થા અકલ્પનીય છે. અમરગંગામાંથી ગુફામાં પાણી ટપકી પાકા બરફ સ્વરૂપે શિવલીંગ બને તે માત્ર બે માસ પુરતી જ ઉદ્ભવીત થાય ત્યારે જેતપુરના યાત્રીઓને પહેલી જ વારમાં બાબા અમરનાથના દર્શન થતાં અલૈાકીક અનુભુતી થઇ તેવું જણાવેલ હતું.