People still desperately need to be vigilant on the issue of corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • લોકોએ કોરોના મુદ્દે હજુ પણ સતર્કતા દાખવવાની અત્યંત જરૂરિયાત છે

લોકોએ કોરોના મુદ્દે હજુ પણ સતર્કતા દાખવવાની અત્યંત જરૂરિયાત છે

 | 9:30 am IST
  • Share

કોરોનાના કેસ ઘટીને નીચે જઇ રહ્યા છે. હાલમાં સારવાર હેઠળના કેસમાં પણ ઘટાડો થયો છે. ૧૩ ઓગસ્ટે ૩,૮૭,૬૭૩ કોરોનાના દર્દી સારવાર હેઠળ હતા, જે ૨૨ ઓગસ્ટ સુધીમાં ઘટીને ૩,૩૩,૯૨૨ થઇ ગયા છે. ૧૦ દિવસનો આ ટ્રેન્ડ એ બાબતનો સંકેત આપે છે કે જો બધંુ સારું રહેશે તો આપણે ટૂંક સમયમાં સંક્રમણના ખતરામાંથી બહાર આવી જઇ શકીએ. જોકે મુશ્કેલી એ છે કે રોજ આવતા આંકડામાં ભારે ચડાવ-ઉતાર જોવા મળે છે ત્યારે લાગે છે કે ખતરો હજુ ટળ્યો નથી. એવામાં આપણે કહી શકીએ કે રોગચાળો હજુ ગયો નથી. ફક્ત તીવ્રતામાં ઘટાડો થયો છે. આ મહિને દૈનિક સંક્રમણનો આંકડો ત્રીસ હજારની ઉપર નીકળી ગયો છે. આવું એટલા માટે પણ છે કે કેરળ જેવાં કેટલાંક રાજ્યોમાં સ્થિતિ સાવ બેકાબૂ તો નથી પણ ખતરાથી બહાર પણ ના કહી શકીએ. તેથી જ કોરોનાને લઇને હજુ પણ સતર્કતાની અત્યંત જરૃરિયાત છે.

વાસ્તવમાં ધંધા-રોજગારની ચિંતામાં દેશના મોટાભાગના હિસ્સામાં જનજીવન સામાન્ય કરવું પડયું છે. કચેરીઓથી લઇને શાળા-કોલેજ, બજારો, સિમેનાઘરો, જિમ વગેરે બધું ખોલવું પડયું છે. તેથી હવે વધારાની સાવધાની સાથે જ આગળ વધવા ઉપર જોર આપવું જોઈએ.  હવે આગળ સવાલ એ છે કે થર્ડ વેવનો ભય કેટલો છે, અને થર્ડ વેવ આવશે કે આવશે જ નહીં? જોકે થર્ડ વેવને લઇને નિષ્ણાતો વારંવાર ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક સમિતિએ થર્ડ વેવને લઇને ચેતવણી ઉચ્ચારી છે. સમિતિનું માનવું છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરની વચ્ચે થર્ડ વેવની શંકા સેવવામાં આવે છે. આ દરમિયાન દૈનિક કેસની સંખ્યા ત્રણ લાખની ઉપર નીકળી શકે છે.

જોકે આ ખતરાનો આધાર એના ઉપર પણ રહેશે કે વાઇરસનું કયા સ્ટ્રેનનું ખતરનાક સ્વરૃપ લોકોને પોતાનો શિકાર બનાવે છે. નોંધનીય છે કે સેકંડ વેવમાં ડેલ્ટા વેરિઅન્ટે ત્રાહિમામ વર્તાવ્યો હતો. હવે મુશ્કેલી એ બાબતની છે કે હાલના સમયમાં કોરોના સંક્રમણનો ઝડપી વ્યાપ એવાં રાજ્યોમાં જોવા મળી રહ્યો છે કે જ્યાં મે મહિનામાં કોરોનાના સેકંડ વેવ દરમિયાન કોરોના વધારે પ્રસર્યો ન હતો.

હવે આ સમયે સૌથી વધારે સંકટ કેરળ ઉપર છે જ્યાં રોજ સૌથી વધારે નવા કેસ નોંધાઇ રહ્યા છે. બીજા ક્રમ ઉપર મહારાષ્ટ્ર છે. મોતના આંકડાના મોરચે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમ ઉપર છે અને કેરળ બીજા ક્રમ ઉપર છે. પૂર્વોત્તરનાં રાજ્યોની તરફ જોઇએ તો મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલપ્રદેશના આંકડા પણ ઓછી ચિંતા ઉપજાવે તેવા નથી.

તેથી નિષ્ણાતોનું અનુમાન કહે છે કે થર્ડ વેવનો સૌથી વધારે ભય એવાં રાજ્યોમાં વધારે છે, કે જ્યાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે પોતાનો પ્રકોપ દર્શાવ્યો નથી. આ ખતરો હવે મોટો પડકાર બનીને સામે છે.  એ બાબતને ભૂલવી જોઇએ નહીં કે આપણે કોરોના રોગચાળાના બે વેવને સહન કરી ચૂક્યા છીએ. સેકંડ વેવમાં સંક્રમણ અને મોતના આંકડાએ ભારતને વિશ્વના પ્રથમ બે દેશોમાં ઊભું કરી દીધું હતું. તેથી જો થર્ડ વેવમાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે તો એમ કહીને નહીં છટકી શકીએ કે આવી પરિસ્થિતિનો અંદાજ જ ન હતો. અલબત્ત, પ્રથમ વેવ વખતે આપણને કશી જ ખબર ન હતી, પણ સેકંડ વેવે આપણને ઘણું શિખવાડયું છે.

થર્ડ વેવનો સામનો કરવા માટે મોટાભાગનાં રાજ્યોએ હવે હોસ્પિટલમાં પથારીઓ, તબીબી કર્મચારીઓથી લઇને ઓક્સિજનનો બંદોબસ્ત કર્યો હોવાનો દાવો કરે છે. દુખદ બાબત એ છે કે તમામ દાવા છતાં પણ વેક્સિનેશનના મોરચે આપણે હજુ પણ ઘણા પાછળ છીએ. તેમાં કોઇ સંદેહ નથી કે તેના માટે વેક્સિનના ઉત્પાદનમાં કમી અને ખરાબ વ્યવસ્થા મોટા કારણ જવાબદાર છે, અને થર્ડ વેવને રોકવા માટે તે જ એક મોટો ઉપાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો