ભાવનગર: પાણીની તંગી વચ્ચે પાણી વેરાનો બમણો માર, કરોડોનો વેરો વસુલવાનો બાકી - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભાવનગર: પાણીની તંગી વચ્ચે પાણી વેરાનો બમણો માર, કરોડોનો વેરો વસુલવાનો બાકી

ભાવનગર: પાણીની તંગી વચ્ચે પાણી વેરાનો બમણો માર, કરોડોનો વેરો વસુલવાનો બાકી

 | 9:46 pm IST

ભાવનગર જીલ્લામાં પાણીની તંગી વચ્ચે પાણી વેરાની વસુલાત થઇ રહી છે એવામાં પણ પાણી પુરવઠા વિભાગના જીલ્લાના 700 જેટલા ગામડાઓનાં આશરે 21 કરોડ જેટલી લેણી રકમ નીકળે છે. પાણી પુરવઠા બોર્ડે નર્મદાનાં અને મહીનાં પાણીનાં વિતરણની શરૂઆત કરી ત્યારથી લગભગ 10 વર્ષથી વેરો બાકી નીકળતો આવે છે, ત્યારે કૉંગ્રેસ ધારાસભ્યએ તો ગામડાઓમાં પુરતું પાણી મળતું ના હોવાથી સરકારે વેરાનાં પૈસા માફ કરવા જોઈએ તેવી માંગ કરી છે.

ભાવનગર જીલ્લામાં આવેલા ગામડાઓમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે ક્યાંક તંત્ર પોહચી રહ્યું છે તો ક્યાંક ગામડાઓ સ્વેચ્છિક પાણી મેળવી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદા અને મહીનાં પાણી આપવાની શરૂઆત આશરે 10 વર્ષ પહેલા થઇ હતી, ત્યારથી અત્યાર સુધીમાં લેણી રકમ હજુ સુધી 21 કરોડ જેવી નીકળે છે, ત્યારે ગત વર્ષે પાણી પુરવઠા બૉર્ડ દ્વારા માત્ર વર્ષે ત્રણ કરોડ મેળવવામાં આવ્યા છે, ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા 21 કરોડ લેણી રકમ માત્ર ગામડાઓની છે. તો ખાનગી ક્ષેત્રનાં લોકોની લેણી રકમ એક કરોડ ઉપર અને નગરપાલિકાની પણ એક કરોડ ઉપર લેણી રકમ નીકળે છે. આમ જોઈએ તો આશરે 25 કરોડ જેવી રકમ પાણી પુરવઠા બૉર્ડની નીકળે છે.

– ભાવનગર જીલ્લામાં 465 ગામડાને પાણી અપાય છે.
– મહી અને નર્મદાનું મળીને કુલ 250 એમએલડી પાણી અપાય છે.
– પાણી પુરવઠા બૉર્ડની બાકી લેણી રકમ આશરે 25 કરોડ જેવી.
– 21 કરોડ જેવી રકમ માત્ર ગામડાઓની.
– 1 કરોડ રકમ ખાનગી ક્ષેત્રની બાકી.
– 1 કરોડ કરતા વધુ રકમ જીલ્લાની બે નગરપાલિકાની.
– 2 રૂપિયામાં એક હજાર લીટર પાણી મળે છે તંત્રને.
– 10 લાખ લીટરે એક એમએલડી પાણી થાય છે.

ભાવનગર જીલ્લામાં આશરે 250 કરતા વધુ ગામડાઓ સ્વૈચ્છિક પાણી મેળવે છે અને પાણી પુરવઠા બૉર્ડ માત્ર 465 જેટલા ગામડાઓને પાણી આપે છે. નગરપાલિકાને પણ પાણી આપવામાં આવે છે જેમાં બે નગરપાલિકાનાં આશરે 1 કરોડ ઉપર પાણીની રકમ લેણી નીકળે છે. સરકાર નર્મદાનાં પાણી માટે 2 રૂપિયે 1 હજાર લીટર પાણી મેળવે છે જેની રકમ 21 કરોડ જેવી વર્ષોથી બાકી નીકળી હોઈ ત્યારે આજનાં સમયમાં સરકારે પાણી વેરો માફ કરવાની માંગ કોંગ્રેસનાં ધારાસભ્યએ કરી છે. તળાજા ધારાસભ્ય કનુભાઈ બારિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકાર ગ્રામ્ય વિસ્તારમાં પુરતું પાણી આપી શકી નથી ત્યારે સરકારે તાત્કાલીક ધોરણે વેરો માફ કરવો જોઈએ અને લોકોને પાણી મળી રહે તેવી વ્યસ્થા કરવી જોઈએ.