People using the Internet are aware of hackers looking at your data
  • Home
  • Technology
  • મોબાઈલની દુનિયાનું આ તથ્ય જાણો છો? ઈન્ટરનેટ ઓફ થિંગ્સ હેકિંગથી આ રીતે ચોરાય છે તમારો ડેટા

મોબાઈલની દુનિયાનું આ તથ્ય જાણો છો? ઈન્ટરનેટ ઓફ થિંગ્સ હેકિંગથી આ રીતે ચોરાય છે તમારો ડેટા

 | 6:08 pm IST

દેશમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT)માં 2,550 નવા પ્રકારના માલવેર શોધી કાઢવામાં આવ્યા છે. એટલે કે, હેકર્સના ડેટા ચોરવા માટે જે માલવેર તૈયાર કરી રહ્યા છે. સૂત્રો મુજબ માલવેરના સતત વધતા એટેકનું સ્તર એક નવો ટ્રેન્ડ દર્શાવી રહ્યું છે. આ નવા ટ્રેન્ડ હેઠળ હેકર્સ લોકોના ડેટા ચોરી કરવા માટે રાહ જોઈ રહ્યાં છે.

નવા માલવેર વેરિએન્ટ જુના માલવેરની સરખામણીએ ઘણાં સિક્યોર રાખવામાં આવ્યા છે અને લાંબા સમય સુધી પકડમાં આવ્યા વિના કામ કરી શકે છે. ઘરમાં ઈન્ટરનેટથી જોડાયેલ દરેક ડિવાઈસ ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં સામેલ છે.

2019ના બીજા ક્વાર્ટરમાં માલવેરના 500 એટેક થયા છે. જેમાનાં 7,890 માલવેર શોધી કઢાયા છે. કુલ થયેલ સાયબર એટેકમાં સ્માર્ટ સિટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરોમાં 51 % એટેક થયા છે. આ માલવેર 90 દિવસ સુધી ડિટેક્ટ થયા વિના ડિવાઈસમાં રહે છે.

ભારતમાં માલવેરની વધતી વેરાઈટી જોતા ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સૌથી વધુ રિસ્ક છે. ફર્સ્ટ ટાઈમ એટેકની સંખ્યામાં બહુ ઝડપથી વૃદ્ધિ થઈ છે. અત્યંત ગંભીર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મજબૂત પોલિટિકલ પ્રભાવ જોવા મળી રહ્યો છે. ભારત દુનિયામાં સૌથી વધુ એટેકનો શિકાર બનતા દેશની લિસ્ટમાં છે.

આ વીડિયો પણ જુઓ: છોટા ઉદેપુરમાં અધિકારીઓએ મંત્રીને બનાવ્યા મુર્ખ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન