People's Tracking on High Mountain, Video Goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ઊંચા પહાડ પર લોકોએ કરી ટ્રેકિંગ, વીડિયો જોઈ શ્વાસ થઈ જશે અધ્ધર

Video: ઊંચા પહાડ પર લોકોએ કરી ટ્રેકિંગ, વીડિયો જોઈ શ્વાસ થઈ જશે અધ્ધર

 | 5:59 pm IST

ઇન્ટરનેટ પર તમે ઘણા એવા વીડિયો જોયા હશે જેમા લોકો જીવને જોખમમાં મૂકીને અદભૂત અને ખતરનાક સ્ટંટ કરતા હોય છે. લોકો હવા, પહાડ અને ખીણોમાં આ પ્રકારના સ્ટંટ કરતા ખચકાતા નથી. આજકાલ આ પ્રકારની સાહસવૃત્તિ જાણે બહાદુરી દેખાડવાનો પર્યાય બન્યો હોય તેવું જણાય છે.

તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો અનેક ફૂટ ઊંચા પહાડ પર રીતસરના લટકીને ખતરનાક ટ્રેકિંગ કરતા નજરે આવી રહ્યાં છે. આ વીડિયો જોતા જ ભલભલાના શ્વાસ અધ્ધર થઈ જાય છે. આ ઊંચા પહાડો પર વોક વે પણ બનાવવામાં આવ્યા છે અને દોરડાના સહારે લોકો ત્યાં ટ્રેકિંગ કરે છે. આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ પણ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન