Per capita income grew 45% under Narendra Modi regime : CSO
  • Home
  • Business
  • આ રહી મોદી સરકારના વિકાસની વાસ્તવિકતા, માથાદીઠ આવકના આંકડા ચોંકાવી દેશે

આ રહી મોદી સરકારના વિકાસની વાસ્તવિકતા, માથાદીઠ આવકના આંકડા ચોંકાવી દેશે

 | 10:34 pm IST

દેશમાં છેલ્લાં સાત વર્ષમાં સરેરાશ ભારતીયની વાર્ષિક આવક બમણી થઈ છે, જે 2011-12ના પ્રતિ વર્ષ રૂ. 63,642થી વધીને 2018-19માં રૂ. 1.25 લાખે પહોંચી છે, એમ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (CSO)એ જાહેર કરેલા રાષ્ટ્રીય આવકના પહેલા એડવાન્સ અંદાજમાં જણાવવામાં આવ્યું છે.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકારના કાર્યકાળમાં ૨૦1૪-15થી 2018-19ના સમયગાળામાં ભારતીયોની માથાદીઠ આવકમાં ૪૫ ટકાનો વધારો થયો છે. ૨૦14-15ના વર્ષમાં સરેરાશ ભારતીયની આવક પ્રતિ વર્ષ રૂ. 86,647 હતી.

જોકે માથાદીઠ આવકના ગ્રોથનું વલણ આ વર્ષોમાં એકસરખું જોવા નથી મળ્યું. ચાલુ રાષ્ટ્રીય એકાઉન્ટ્સ સિરીઝ (આધાર વર્ષ 2011-12) હેઠળ વાર્ષિક ધોરણે માથાદીઠ આવકનો ગ્રોથ ૨૦17-18માં તળિયે 8.6 ટકાએ પહોંચ્યો હતો, જે 2018-19માં એ બાઉન્સ બેન્ક થઈને 11.1 ટકા થયો હતો, જે મોદી સરકારમાં સૌથી વધુ છે, એમ સીએસઓના એડવાન્સ અંદાજ જણાવે છે.

માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક એ સામાન્ય રીતે વ્યક્તિદીઠ સરેરાશ આવકનો સંકેત આપે છે. મોદી સરકારના પહેલા ચાર વર્ષમાં માથાદીઠ આવકનો ગ્રોથ 10 ટકાથી વધુનો રહ્યો હતો. બે વર્ષ અગાઉ જ્યારે ચાલુ સરકારના કાર્યકાળમાં વ્યક્તિદીઠ સરેરાશ આવકનો ગ્રોથ અનુક્રમે 12 ટકાની નજીક અને 11.5 ટકા નોંધાયો હતો.

2૦17-18માં માથાદીઠ આવકના નીચા ગ્રોથ માટે બે પરિબળો જવાબદાર

નેશનલ એકાઉન્ટ્સ સિરીઝ માટે નાણાકીય વર્ષ 2011-12ને આધાર વર્ષ ગણવામાં આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર ૨૦17-18માં માથાદીઠ આવકના નીચા ગ્રોથ માટે બે પરિબળો- નોટબંધી અને ગુડ્ઝ એન્ડ ર્સિવસિસ ટેક્સ (જીએસટીના)ના પ્રારંભના મહિનાઓ જવાબદાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન