performance artist ate a banana art piece of worth rupees 85 lakhs
  • Home
  • Videos
  • Featured Videos
  • ભૂખ્યા આર્ટિસ્ટનો વીડિયો જોઈ બધા હચમચી ગયા! એક ઝાટકે 85 લાખ રૂપિયાનું કેળું ખાઈ ગયો

ભૂખ્યા આર્ટિસ્ટનો વીડિયો જોઈ બધા હચમચી ગયા! એક ઝાટકે 85 લાખ રૂપિયાનું કેળું ખાઈ ગયો

 | 11:19 am IST

ડક્ટ ટેપ દ્વારા દિવાલ પર ચોંટેલા કેળાની કલાકૃતિની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. તમને નવાઇ લાગશે કે, મિયામી બીચ પર આર્ટ બેસલે આ કલાકૃતિને 85.81 લાખ રૂપિયામાં વેચી. આ કૃતિ ઈટલીના પ્રખ્યાત કલાકાર મોરિજિયો કેટેલને બનાવી છે. મોરેજિયો આ પહેલા પણ ત્રણ કલાકૃતિ બનાવી ચૂક્યો છે જેમાંથી બે વેચાય ચૂકી છે. પરંતુ જ્યારે આ કેળાને એક આર્ટિસ્ટ ખાવા લાગ્યો તો બધા હેરાન રહી ગયા.

પરફોર્મર આર્ટિસ્ટ ડેવિડ ડટૂનાએ 85 લાખના આ કેળાને દિવાલ પરથી લઈ લીધું અને ખાવા લાગ્યો. આ વીડિયોને શેર કરતી વખતે તેણે લખ્યું કે, ભૂખ્યો આર્ટિસ્ટ..મારા દ્વારા આપવામાં આવેલી આર્ટ પરફોર્મન્સ…મને મોરિજિયો દ્વારા આપવામાં આવેલી આ આર્ટ ખુબ પસંદ આવી અને હું ખાઈ ગયો…કેળું ઘણું સ્વાદિષ્ટ હતું. એનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પેરિસની આર્ટ ગેલેરી પેરોટિનના માલિક ઈમેનુએલ પેરોટિને જણાવ્યું કે, કેળુ વૈશ્વિક વેપાર અને હ્યુમરનું પ્રતીક છે. આ કલાકૃતિને કોમેડિયન નામ આપવામાં આવ્યું છે. પેરાટિને ફેસબુક પોસ્ટ કરતા લખ્યું કે આ કેળાના બે ટુકડાની કિંમત જણાવે છે કે આપણે કેવી રીતે મૂલ્ય નક્કી કરીએ છીએ અને કઈ વસ્તુને મહત્વ આપીએ છીએ.

પેરાટિને જણાવ્યું કે, કેટેલન પોતાના હોટલના રૂમમાં લટકાવવા માટે કોઈ સ્કલ્પચર બનાવવાનું વિચારી રહ્યા હતા, જે તેમને હંમેશા પ્રેરણા આપે. તેમણે પહેલા તાંબા અને તાંબાના રંગથી પેઈન્ટ કરેલુ કેળુ તૈયાર કર્યું. ત્યારબાદ અસલી કેળાને ટેપ લગાવી પ્રદર્શિત કર્યું. કલાકૃતિમાં ઉપયોગ કરવામાં આવેલા આ કેળાને મિયામીના એક ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યું હતું. તેમાં ડક્ટ ટેપના એક ટુકડાને લગાવવામાં આવ્યું. કલાકૃતિની સાથે તેની વિશ્વસનીયતાનું એક સર્ટિફિકેટ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન