what is your zodiac, make friends according to you, know about person
  • Home
  • Astrology
  • કર્ક રાશિના લોકો હોય છે ખુબ જ પ્રેમાળ, રાશિ પરથી ઓળખો વ્યક્તિનો સ્વભાવ

કર્ક રાશિના લોકો હોય છે ખુબ જ પ્રેમાળ, રાશિ પરથી ઓળખો વ્યક્તિનો સ્વભાવ

 | 12:06 am IST

દોસ્તો નવરાત્રિ આવી છે. રઢિયાળી રાતે મિત્રો સાથેની સંગત કઈંક ઓર હોય છે. તમે મિત્રો ધરાવતા હોય તો વાંધો નહિં પણ જો મિત્રો બનાવવા માંગતા હોય તો ખાસ વાંચો આ સ્ટોરી. કેવા મિત્ર બનાવવા જોઈએ. તેમના નામના અક્ષર કહી આપે છે તે કઈ રાશિના છે. તેમની રાશિ પરથી તેમના સ્વભાવને ઓળખો. કર્ક રાશિ(ડ,હ) પર નામ ધરાવતી વ્યક્તિ સ્વભાવે અતિ પ્રેમાળ હોય છે તે મારે માટે જીવ આપતા પણ ખચકાતી નથી. તો રાશિ પરથી વ્યક્તિ વિશે….

મેષ
મેષ આ રાશિના જાતકોનો મૂડ બદલાવા માટે કોઈ કારણની જરૂર નથી હોતી. તેમનો મૂડ થોડી થોડીવારે બદલાયા જ કરે છે. અને આ રાશિના જાતકો પોતાના મૂડ પ્રમાણે જ ચાલે છે. જ્યારે તેઓ ખુશ હોય છે, તો તેઓ દુશ્મન સાથે પણ પ્રેમથી વર્તે છે, પણ જ્યારે તેમનો મૂડ ખરાબ હોય છે તો તેમના ગુસ્સાથી અંગત મિત્રો પણ પરેશાન થાય છે. લાંબા સમય સુધી આ રાશિના જાતકોનો મૂડ એક સરખો નથી રહેતો.

વૃષભ
વફાદારી ભાવના ધરાવતા હોવા છતાં વફાદારી નિભાવી શકતા નથી. તેમના વ્યક્તિત્વના અનેક પાસા હોય છે. તે રંગીન મિજાજી હોય છે તો આધ્યાત્મિક પણ હોય છે. તે અગમ્ય તત્ત્વોથી દોરવાતા હોય છે. ખુબ જ મોજિલા હોય છે.

મિથુન
મિથુન રાશિના લોકો ખુશ મિજાજી અને વધું ચપળ હોય છે. તેમને કળવા અઘરા હોય છે. મૂડ સ્વિંગ્સ મામલે આ રાશિના જાતકો સાવ અલગ જ પ્રકારના હોય છે. સોશિયલ મીડિયા દ્વારા તેમના મિજાજ વિશે વધુ સારી રીતે જાણી શકાય છે. તેમના જીવનમાં જે ચાલી રહ્યું હોય, તેને મિથુન રાશિના લોકો સોશિયલ મીડિયા પર જરૂર શેર કરે છે. જો કે તેમના ખુશમિજાજને ઓળખવો થોડો મુશ્કેલ છે. પણ જો આ રાશિના જાતકો કોઈનાથી દુઃખી છે, તો તેમની પોસ્ટ્સ પરથી તમે એ સહેલાઈથી જાણી શક્શો. જ્યારે કોઈ તેમની સ્થિતિ જાણવાની કોશિશ કરે છે તો તેઓ ખુશ હોવાનું દર્શાવીને ઢગલાબંધ કારણો આપે છે. પરંતુ મુદ્દાની વાતથી ભટકવાથી તેમનું જૂઠ્ઠાણું પકડાઈ જાય છે. મજાની વાત એ છે કે જ્યારે તેમનો મૂડ સારો થઈ જાય છે તો સોશિયલ મીડિયા પર તેમને પોતાના દુઃખી પોસ્ટ્સ અંગે પસ્તાવો પણ થાય છે.

કર્ક
કર્ક રાશિના લોકો કોઈ પણ વાતને ખૂબ જ ગહેરાઈથી મહેસૂસ કરે છે. તેઓ ભાવુક હોય છે, એટલે જ મૂડી હોય છે. જે પણ તેમની નજીક હોય છે, તેમને પ્રેમ કરે છે, તેના પર કર્ક રાશિના લાકો જીવ પણ કુરબાન કરવા તૈયાર હોય છે. પરંતુ જ્યારે તેમનો મૂડ બદલાય તો તેઓ એવું વર્તન કરે છે જાણે તેમના જીવનમાં તમારી કોઈ જરૂરિયાત જ ન હોય. જો કે આ રાશિના જાતકો આવું વર્તન એટલા માટે કરે છે કે તેઓ સામેવાળા વ્યક્તિને દુઃખી કરવા નથી ઈચ્છતા. કેટલીકવાર સામેવાળી વ્યક્તિ વિશેના તેમના વિચારો તેમના મૂડ પ્રમાણેના હોય છે.
સિંહ
આ રાશિના વ્યક્તિ ખૂબ પ્રેમાળ અને ખુબજ વફાદાર હોય છે. તેમના વ્યક્તિના અનેક પાસા છે, તે ખોટું સહન કરી શકતા નથી પણ વ્યક્તિને ઝડપથી માફ પણ કરી દે છે. મિત્ર તરીકે તે બહું જ સારા નિવડે છે.

કન્યા
આ રાશિના લોકો અતિ વાચાળ હોય છે. હોશિંયાર હોય છે. વ્યક્તિને માપી લેવાની કુનેહ ધરાવતા હોય છે. ઝડપથી ભળી જાય છે. સારા વિશ્લેષક હોય છે. સારુ ખાવાના શોખીન હોય છે. ફરવું પણ ગમે છે.

તુલા
તુલા રાશિના જાતકોને મોટાભાગની વાતો અસર કરે છે. કેટલીકવાર તેમને એવી બાબતોથી દુઃખ થાય છે જેનાથી તેમને કંઈ લાગતું વળગતું જ ન હોય. એટલે તેમનો મૂડ સ્વિંગ થયા કરે છે. નાની નાની વાતો પર ખુશ થવું કે દુઃખી થવું એ તેમની આદત હોય છે. જ્યારે તેમનો મૂડ સારો નથી રહેતો તો તેઓ બિલકુલ લાપરવાહીથી જીવે છે. જો કે બાદમાં તેમને આ વાતનો પસ્તાવો થાય છે, અને ફરી તેઓ દુઃખી થઈ જાય છે.

વૃશ્વિક
આ રાશિના જાતકો ખૂબ જ ફાસ્ટ હોય છે. કોઈ પણ ચીજ પ્રત્યે તેઓ અલગ જ પ્રકારના ઝનૂની હોય છે, જેની અસર તેમના મૂડ પર પણ પડે છે અને તેમના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાય છે. એટલું જ નહીં તેમનો મૂડ ફક્ત તેમના ચહેરા પરથી જ નહીં પરંતુ બોડી લેન્ગવેજ અને વર્તન પરથી પણ જાણી શકાય છે. આ જ કારણ છે કે જ્યારે તમે તેમની આંખોમાં જોવાની કોશિશ કરશો તો દર વખતે તમને અલગ નજર દેખાશે. એટલે જ કદાચ જો વૃશ્વિક રાશિના લોકો તમારા વિશે શું વિચારે છે એ જાણી નથી શક્તા તો તમે સાચા છો. કારણ કે આ રાશિના લોકોને ઓળખવા થોડા મુશ્કેલ છે. તમે કેવા છો, શું છો તે બધું આ રાશિના લોકો પોતાના મૂડ પ્રમાણે વિચારે છે.

ધન
આ રાશિના લોકોમાં ભારે સમજણ હોય છે. સ્થિતિનો તાગ તે બહુંજ સ્પષ્ટ રીતે એક્યરેટલી કાઢે છે. પ્રેમાળ હોય છે પરંતુ પરિવારને વિશેષ મહત્વ આપનારા હોય છે. મિત્ર તરીકે ઉમદા નિવડે છે. સારુ અને ટેસ્ટી જમવાના ભારે શોખિન હોય છે. નવા નવા લોકોને ઓળખવાનું ગમે છે.

મકર
આ રાશિના લોકો કળવા અતિ મુશ્કેલ હોય છે. તે ખુબ જ ઓછાબોલા હોવાથી સારા હોવાછતાં તેમની મિંઢા લોકોમાં ગણતરી થાય છે. આ રાશિના લોકો સારા વ્યવસ્થાપક હોય છે. ફરવાના વિશેષ શોખીન હોય છે. ફિલ્મ જોવાનો વિશેષ શોખ ધરાવતા હોય છે. તો કામચોર અને આળસું હોય છે.

કુંભ
આ રાશિના લોકો ખુબ જ સાહજિક અને જમીન સાથે જોડાયેલા હોય છે. તેમનામાં આગવી કલા હોય છે. તે સારા મિત્રો બનાવે  છે. હમેંશા અપડેટ રહે છે. તેથી મિત્રોમા પણ જ્ઞાન વહેંચતા રહે છે.  નોલેજેબલ હોય છે. અગ્રેસર રહે છે. કલાના વિશેષ રીતે શોખીન હોય છે.

મીન
મીન રાશિના લોકો મોટા ભાગે બધું જ દિલ પર લઈ લે છે. નાની નાની વાતો તેમને અસર કરે છે, અને આ વાતો તે ધ્યાનમાં રાખે છે. જેની અસર તેમના મૂડ પર પણ પડે છે. આ રાશિના લોકોનો મૂડ સમજવો મુશ્કેલ છે, કારણ કે તેઓ પરિસ્થિતિને પોતાના સુધી જ રાખે છે. અંદર અંદર તેઓ વાતોને સમજવાનો પ્રયાસ કરે છે, એટલે મોટાભાગે પરિસ્થિતિ તેમના મૂડ પર અસર કરે છે અને તેમનો મૂડ બદલાયા કરે છે.