person-slapped-congress-star-hardik-in-vadhwan, Watch Video
  • Home
  • Videos
  • ગુજરાતમાં તમાચાકાંડ, હાર્દિક પટેલને યુવકે મારી થપ્પડ, Video વાયરલ

ગુજરાતમાં તમાચાકાંડ, હાર્દિક પટેલને યુવકે મારી થપ્પડ, Video વાયરલ

 | 12:17 pm IST

સુરેન્દ્રનગરમાં આજે એક સભામાં યુવકે હાર્દિક પટેલને સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. સમાજ સાથે હાર્દિક પટેલે ગદ્દારી કરતા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. આજે સુરેન્દ્રનગરના વઢવાણના બદલાણામાં એક જાહેરસભા હતી. ત્યારે આ ઘટના બની હતી. હાર્દિક પટેલને લાફો મારનાર યુવકનું નામ તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે. બીજી બાજુ હાર્દિક પટેલે આ ઘટના માટે ભાજપને સીધી રીતે દોષિત ગણાવ્યું છે. અને તેમના પર હળહળતા આરોપ લગાવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન