Person Thrown Coffee on Sikh by Understanding as Muslim
  • Home
  • Featured
  • અમેરિકામાં ભારતીય પર ગરમ કોફીથી થયો હુમલો

અમેરિકામાં ભારતીય પર ગરમ કોફીથી થયો હુમલો

 | 8:31 pm IST

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં શીખ કલર્ક પર ગરમ કોફી નાખવા અને માર મારવાના આરોપમાં એક વ્યક્તિની નફરતના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીની ઓળખ જોન ક્રેન તરીકે થઈ છે.

પૂછપરછમાં ક્રેને પોલીસને કહ્યું કે તેને શીખ ક્લર્કને મુસ્લિમ સમજીને તેના પર આ હુમલો કર્યો હતો. આ ઘટના મેરિસવિલેના એક સ્ટોરમાં ગત બુધવારે રાત્રે બે વાગે થઈ હતી. જ્યારે પીડિત શીખ વ્યક્તિએ જણાવ્યું કે ક્રેને જાતે એક કપ કોફી બનાવી અને પૈસા ચુકવ્યા વગર જવા લાગ્યો. જ્યારે તેને રોકવામાં આવ્યો તો તેને હુમલો કરી દીધો.

જોકે આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ફુટેજમાં ચેક કર્યા પ્રમાણે શીખ કર્લકે હુમલા પહેલા ક્રેનને મુખ્ય દરવાજા પાસે રોક્યો હતો. ત્યાર બાદ ગુસ્સામાં આઈને ક્રેને તેના પર કોફી ફેંકી જેના કારણે ક્લર્કનું મોઢું દાઝી ગયું હતું. પોલીસે કહ્યું કે એજ દિવસે આ સ્ટોર પર એક અન્ય હુમલાની માહિતી મળતા અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા. જેમને ક્રેનને ત્યાથી જતા જોયો હતો. ઓળખ થતા પોલીસે તેની ધરપકડ કરી છે. ત્યાંના શીખ સમુદાય અને અમેરિકી ઇસ્લામિક પરિષદે આ ઘટનાની કડક ટીકા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન