Personal Relationship very tuff Question and answer
  • Home
  • Featured
  • પતિને કોન્ડોમ નથી ફાવતું, હું શું કરું?  શું સ્ત્રીઓ પણ કરે છે માસ્ટરબેશન?

પતિને કોન્ડોમ નથી ફાવતું, હું શું કરું?  શું સ્ત્રીઓ પણ કરે છે માસ્ટરબેશન?

 | 8:00 am IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૦ વર્ષ છે. મને એક વર્ષ પહેલાંથી જ માસ્ટરબેટ કરવાની આદત છે. હું એ રીતે મારી જાતને સંતોષ આપું છું. પણ મારી તકલીફ એ છે કે મને થોડીવારમાં જ સંતોષ થઇ જાય છે. મને આવું થાય છે તે કારણે મને ડર લાગવા માંડયો છે. મને એવા વિચાર આવે છે કે લગ્ન પછી શું હું મારા પતિને સંતોષ આપી શકીશ? મારા પતિને જાણ થશે કે મને થોડી સેકન્ડોમાં જ ચરમસીમા આવી જાય છે તો તે મને પ્રેમ કરી શકશે? અમારે લગ્ન બાદ સેક્સમાં તકલીફ થશે તો?

જવાબઃ ઘણી સ્ત્રીઓ પણ માસ્ટરબેશન વડે પોતાની જાતને સંતોષ આપતી હોય છે. તેમાં તમને થોડી સેકન્ડોમાં જ સંતોષ પ્રાપ્ત થઇ જાય છે એ તમારી કોઇ નબળાઈ કે ગરબડ છે એવું ન માનશો. તમે તમારા પતિને પૂર્ણ સંતોષ આપી શકશો, કારણ કે સ્ત્રીઓને ઓર્ગેઝમ પ્રાપ્ત થાય તે પછી પણ તે સેક્સમાં કાર્યરત રહી શકે છે. માટે તમારા પતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમે સેક્સ કરી શકશો. માટે આ અંગે ચિંતા ન કરવી. બીજું: લગ્ન પછી ધીમે ધીમે આ સમય વધતો જશે.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને અકુદરતી સેક્સ કરવાની ખૂબ ઇચ્છા થાય છે. તેમણે મને આ વાત અનેક વાર જણાવી છે. મારે નોર્મલ ડિલિવરી થઇ હોવાથી વજાઈના થોડી મોટી થઇ ગઈ છે, તેથી પતિને મજા નથી આવતી. તેઓ મને વારંવાર ગુદામૈથુન માટે આગ્રહ કરતા હોય છે. મારે જાણવું છે કે શું તે કરી શકાય?  તેનાથી કોઇ તકલીફ થાય ખરી?

જવાબઃ આને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણવામાં આવે છે. છતાં ઘણાં કપલ્સ પરસ્પર સહમતીથી તેમ કરતાં હોય છે. તેથી બીજી કોઇ તકલીફ તો નથી થતી, પરંતુ દુખાવાની સંભાવના રહે છે. ચેપ લાગવાનો ડર વધી જાય છે. જો તમને ન ગમતું હોય તો તમે પતિને સ્પષ્ટ રીતે જણાવી દો. વજાઈના માટે કસરત કરી શકો. પેઢુના મસલ્સ ખેંચવાની કરામત અજમાવી શકો.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૯ વર્ષ છે. અમારાં લગ્ન થોડા સમય પહેલાં જ થયાં છે. થોડા સમયથી એવું બને છે કે મારા પતિ પેનિસને વજાઈનામાં પ્રવેશ કરાવડાવે ત્યારે ખૂબ દુખાવો થાય છે. પહેલાં આ દુખાવો નહોતો થતો. અત્રે જણાવવાનું કે અમે વધારે પ્લેઝર માટે ડોટેડ કોન્ડોમ્સ વાપરીએ છીએ. જોકે આ પહેલાં પણ ડોટેડ કોન્ડોમ્સ વાપરતાં હતાં પણ તે સમયે દુખાવો નહોતો થતો. મને આ અંગે કોઇ ઉપાય જણાવશો. શું મને કોઇ બીમારી હશે? મને ખૂબ ચિંતા થાય છે.

જવાબ : ઘણી વાર એવું બને કે ફોરપ્લેમાં વધારે સમય ન ગાળ્યો હોય અને વજાઇના ભીની ન થઇ હોય તો દુખાવો થાય. ખાસ ડોટેડ કોન્ડોમ તે સમયે વધારે તકલીફદાયક લાગતાં હોય છે. કોન્ડોમથી એક વાર ઘસારો થયો હોય અને તે હીલ ન થયો હોય ત્યારે ફરીથી સેક્સ કરતાં તકલીફ વધી શકે છે. જે દિવસે દુખાવો થાય તે પછી બે દિવસ હીલિંગ થવા દેવું.પછી ફોરપ્લેમાં વધારે સમય પસાર કરી વજાઇના ભીની થાય તે પછી જ પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવો. તમે આ માટે કોઇ સારા લ્યુબ્રિકન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઉપાય અજમાવ્યા પછી પણ તકલીફ રહેતી હોય તો તો ડોક્ટરને બતાવી દેવું.

પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારા પતિને કોન્ડોમ વાપરવું ગમતું નથી, તો શું અમે લેડિઝ માટે વપરાતા ગર્ભ નિરોધકનો ઉપયોગ કરી શકીએ ખરાં? મારે ગર્ભ નિરોધક ગોળીઓ નથી લેવી. મને આ અંગે  સલાહ આપશો.

જવાબઃ સ્ત્રીઓ માટે વપરાતા નિરોધને ટેમ્પોન કહેવામાં આવે છે. ટેમ્પોનનો ઉપયોગ બેશક કરી શકાય છે, તેમાં થોડી સાવચેતી રાખવાની હોય છે. સેક્સ કરી લીધા બાદ તરત તેને કાઢી લેવું પડે છે નહીંતર તે અંદર ઊંડે જતું રહેતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન