Petition filed in Madras High Court over Kohli's arrest
  • Home
  • Featured
  • કોહલીની ધરપકડને લઈને મદ્રાસ હાઈકોર્ટમાં પિટિશન દાખલ, જાણો શું છે સમગ્ર ઘટના

કોહલીની ધરપકડને લઈને મદ્રાસ હાઈકોર્ટમાં પિટિશન દાખલ, જાણો શું છે સમગ્ર ઘટના

 | 4:08 pm IST

ચેન્નાઈના વરિષ્ઠ અધિવક્તા એપી સૂર્યપ્રકાશનમે મદ્રામ હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. જેમાં ઓનલાઈન ગેમ્બલિંગ ઉપર પ્રતિબંધની સાથે આરોપીઓની ધરપકડ અને તને સાથે સંકળાયેલા લોકો ઉપર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સિવાય એવા સેલિબ્રિટી ઉપર પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ જે આનું પ્રમોશન કરે છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ગેમ્બલિંગ એક કાનૂની ગુનો છે. જેના કારણે તમિલનાડુમાં યુવાઓની આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. કારણ કે ગેમ્બલિંગના કારણે આર્થિક નુકસાન પણ થાય છે.

આ મામલાની સુનાવણી 4 અથવા તો 5 ઓગસ્ટે થઈ શકે છે. પિટિશનમાં આ પ્રકારની ગેમ્બલિંગની તુલના બ્લૂ વ્હેલ ચેલેન્જની સાથે કરવામાં આવી છે. જેના કારણે કેટલાક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અરજીમાં આ પ્રકારની ઓનલાઈન ગેમ્બલિંગ ગેમની આદત થઈ ગઈ છે. કારણ કે આ ગેમ દ્વારા કેટલાક લોકોને કેસ બોનસ આપવામાં આવે છે.

ગેમનું પ્રમોશન કરવા માટે ક્રિકેટ અને ફિલ્મોના દિગ્ગજોનો ઉપયોગ 

પિટિશનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ ગેમનું પ્રમોશન કરવા માટે ક્રિકેટ અને ફિલ્મોના દિગ્ગજોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા. આ લોકો યુવાઓનું બ્રેનવોશ કરે છે. યુવાઓ આ ગેમ ટાઈમપાસ કરવા માટે રમવાનું શરૂ છે. પરંતું પછી તેને આ ગેમના આદત લાગી જાય છે. જેના પગલે આ ગેમ રમવા માટે યુવાઓ વ્યાજે પૈસા લઈને રમે છે. અને વ્યાજ ન ચૂકવવાના કારણે યુવાઓ આત્મહત્યા કરવા મજબૂર થાય છે.

ગેમ્બલિંગની આદત સમાજ માટે ખુબ જ ખતરનાક 

પિટિશન મુજબ આ ગેમ્બલિંગની આદત સમાજ માટે ખુબ જ ખતરનાક છે અને ભારતીય સંવિધાનની કલમ 21નું ઉલ્લંઘન છે. કારણ કે આ ગેમ જિંદગી જીવવાના હકને છીનવે છે. એટલા માટે આ પિટિશન આ ગેમ પર પ્રતિબંધ મુકવા માટે કરવામાં આવી છે. ચેન્નાઈમાં હાલમાં જ 19 વર્ષના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. સુસાઈટ નોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પિટિશનકર્તાનું કહેવું છે કે તંત્રને આ ગેમને લઈને તમામ પ્રકારની જાણકારી છે. પરંતું ગેમ પર પ્રતિબંધ મુકવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી.

યુવા સેલિબ્રિટીના પ્રચારથી પ્રભાવિત થઈ જાય છે

જ્યારે પિટિશનકર્તા સૂર્યપ્રકાશમને પુછવામાં આવ્યું કે શું ઓનલાઈન ગેમ્બલિંગ પોતાની ઈચ્છા નથી ? જેના જવાબમાં સૂર્યપ્રકાશમે કહ્યું હતું કે ઓનલાઈન જૂગારમાં નુકસાન વધારે થાય છે. જેમ સિગરેટ અને દારૂથી કોઈપણ વ્યક્તિને 15 વર્ષે નુકસાન થાય છે. યુવા સેલિબ્રિટીના પ્રચારથી પ્રભાવિત થઈ જાય છે. યુવાનો પોતાના પરિવારની મહેનતની કમાઈ અને ખીસ્સાખર્ચને બરબાદ કરે છે. અને પછી વ્યાજે પર પૈસા લે છે. હાલના દિવસોમાં આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે વધારે યુવાનો બેરોજગાર અને બેકાર છે.

ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુકવા માંગ

હાલમાં જ મદ્રાસ હાઈકોર્ટની મદુરઈ બેંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આને લઈને એક કાનૂન બનાવી શકે છે. જેના પગલે રૂપિયા સાથે જોડાયેલી ઓનલાઈન રમી અને બીજી ઓનલાઈન કાર્ડ ગેમો પર દેશભરમાં પ્રતિબંધ મુકવામાં આવે. તેલંગાણા સરકાર વટહુકમ લાવી હતી. જેમાં 1947ના ગેમિંગ એક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું. જેના પગલે તેલંગાણા રાજ્યમાં કોઈપણ વ્યક્તિ રોકડની આપલે વાળી ગેમ ન રમી શકે.

આ વીડિયો પણ જૂઓઃ વિશાખાપટ્ટનમમાં શીપ યાર્ડમાં દૂર્ઘટના

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન