પેટ્રોલ અને ડીઝલ કાર્સ ઉપર વધારે ટેક્સ લેવાની દરખાસ્ત ઉપર સરકારની વિચારણા - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પેટ્રોલ અને ડીઝલ કાર્સ ઉપર વધારે ટેક્સ લેવાની દરખાસ્ત ઉપર સરકારની વિચારણા

પેટ્રોલ અને ડીઝલ કાર્સ ઉપર વધારે ટેક્સ લેવાની દરખાસ્ત ઉપર સરકારની વિચારણા

 | 4:51 am IST

નવી દિલ્હી :

સબસિડી મારફત ઇલેક્ટ્રિક વાહનના ખરીદદારોને ઇન્સેન્ટિવ આપવાના પ્રયાસમાં પરંપરાગત પેટ્રોલ અને ડીઝલની કાર્સ ઉપર પ્રમાણમાં વધુ ટેક્સ લેવાની એક દરખાસ્ત ઉપર સરકાર વિચારી રહી છે. ફાસ્ટર એડપ્શન એન્ડ મેન્યૂફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વિહિકલ (એફએએમઇ) યોજના હેઠળ વાહન ખરીદનારાઓને સરકાર ઇન્સેન્ટિવ આપે છે તે વધારાના નાણાકીય ખર્ચને ટાળવા આ દરખાસ્ત ઉપર વિચારવું જોઈએ, એમ નાણામંત્રાલય માને છે. ઇલેક્ટ્રિક વાહનોને ઉત્તેજન આપવા માટે આ પગલું પણ પ્રોત્સાહક બની રહેશે, એમ નાણામંત્રાલયે એફએએમઇ યોજનાના બીજા તબક્કા માટે એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ કમિટીને મોકલેલા એક મેમોરન્ડમમાં જણાવ્યું છે. આ પગલાંને કારણે ભારત જેવા દેશમાં કિંમત બાબતે ગ્રાહકો અત્યંત સંવેદનશીલ છે અને પેટ્રોલ -ડીઝલની કાર્સ ઊંચી કિંમતે ખરીદવાનું તેઓ ટાળી શકે.

૨૦૨૨ – ૨૩ સુધીમાં આ યોજના આગળ ધપાવવા રૂ.૯,૩૮૧ કરોડની આવશ્યક્તા હોવાની માગણી હેવી ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે અને તેને પગલે નાણામંત્રાલયનો આ અભિપ્રાય આવી પડયો છે.  બ્રાન્ડ કન્સલ્ટન્સી કંપની એક્સ્પેરીલના સ્થાપક અવિક ચક્રવર્તીએ આ પગલાંને અત્યંત પીછેહઠભર્યું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે અલગ ભંડોળની ફાળવણી કરવી જોઈએ. પરંપરાગત વાહનોનો ઉપયોગ કરનારા ગ્રાહકો ઉપર બોજ પડવો ન જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. એફએએમઇની બીજા તબક્કાની યોજનાનો અમલ ત્રણવાર મુલતવી રહી ચૂક્યો છે અને નવી યોજના આ વર્ષે સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવે એવી ધારણા છે. આ યોજના ૨૦૧૫ના વર્ષમાં દાખલ કરવામાં આવી હતી.